Home પાટણ પાટણમાં મામા ફોઈના દીકરાઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો….

પાટણમાં મામા ફોઈના દીકરાઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો….

258
0

પાટણ : 5 ઓગસ્ટ


પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આજે સવારના સુમારે એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જૂની અદાવત ને લઈને બોલાચાલી થવા પામી હતી અને મામલો બિચકતા મામાના દીકરાએ ભાણેજ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા ભાણેજનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

પાટણ શહેરના રોટરી નગરમાં રહેતો અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો પ્રકાશ પૂનમભાઈ પટણી આજે સવારે પોતાની રીક્ષા લઈને નીકળ્યો હતો અને વેરાઈ ચકલા વિસ્તારમાં પહોંચ્યો હતો તે સમયે તેના મામા રમેશ કરશનભાઈ પટણી સાથે તેને અગાઉની ચાલી આવતી ઘરઘરની અદાવતને લઈને બોલાચાલી થવા પામી હતી જેમાં મામલો બિચકતા મામાના દીકરાએ ઉસકેરાઈ જઈ પોતાની પાસે રહેલ ખંજર વડે પ્રકાશ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવક જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેને સારવાર અર્થે 108 મારફતે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમ છવાઈ ગઈ હતી અને પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.ઘટનાને પગલે વેરાઈ ચકલા વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી તો એલસીબી એસઓજી એ ડિવિઝન સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી કેમેરા ના ફૂટેજોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ખંજર કબજે કર્યું હતું.મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પરિવારો સહિત સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દીકરાને મોતની પથારીએ સુતેલો જોતા પરિવારજનોએ હૈયાફટ રુદન કર્યું હતું

વેરાઈ ચકલા વિસ્તારમાં સવારના સમયે થયેલ હત્યાની આ ઘટનામાં મૃતક અને હત્યાકરનાર એક જ પરિવારના સભ્ય હોઈ પરિવારમાં ભારે રોકકળ મચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક ના પિતા પૂનમ પટણીએ જણાવ્યું હતું કે આજે સવારે મારો દીકરો માર્કેટમાં ફેરા કરવા ગયો હતો તે સમયે મારા સાળાના દીકરાઓએ તેના ઉપર હુમલો કરી હત્યા કરી છે પરિવારની કુટુંબિક મહિલા છેલ્લા કેટલાક સમયથી ઘરે રિસામણે બેઠી છે જેના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો તેની અદાવતમાં આજે હત્યા કરાઈ છે.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here