Home પાટણ પાટણમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 5 અને 6 માં શ્રમિકોને ઈ શ્રમકાર્ડ...

પાટણમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 5 અને 6 માં શ્રમિકોને ઈ શ્રમકાર્ડ એનાયત કરાયા…

164
0
પાટણ : ૧૭ જાન્યુઆરી

પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા આજે શહેરના વોર્ડ નંબર પાંચ અને છ માં ગરીબ અને વંચિતોને ઇ શ્રમ કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાજપ મહિલા મોરચા પ્રમુખ મીનાબેન સોલંકી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં શ્રમજીવી સોસાયટી અને ઉપેન્દ્ર વકીલની ચાલીમાં રહેતા શ્રમિકોને ઇ શ્રમ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

સરકારની ઈ-શ્રમ કાડૅનો લાભ ગરીબ અને વંચિતો સુઘી પહોચાડવા પાટણ ભાજપ મહિલા મોરચાના મંત્રી મીનાબેન સોલંકી સહિતના કાયૅકતૉઓ દ્વારા શહેરના વોર્ડ નંબર ૫ અને ૬ ના શ્રમજીવી સોસાયટી અને ઉપેન્દ્ર વકીલની ચાલીમાં ઈ-શ્રમ કાડૅ વિતરણ કેમ્પનું સોમવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ શ્રમજીવી વિસ્તારમાં ઘરે ઘરે જઈને લાભાર્થીઓને હાથોહાથ ઈ શ્રમ કાર્ડ એનાયત કર્યા હતા.આ કાર્યક્રમમાં ભાજપ પરેશભાઈ મકવાણા,પ્રદેશ ભાજપ. અ.જા.મોરચાના કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ, મોહનભાઇ રાણા, પાટણ શહેર ભાજપના મંત્રી સાધનાબેન પરમાર, પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, સહિતના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here