Home પાટણ પાટણમાં કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટર પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો…

પાટણમાં કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટર પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો…

36
0

પાટણ: 18 જાન્યુઆરી


પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને જનતા ક્લિનિક પાસે જ બાયોમેડિકલ વેસ્ટ છૂટોછવાયો જમીન પર પડેલો મળી આવતા આરોગ્ય કર્મચારીઓની ઘોર બેદરકારી છતી થઈ છે રસ્તે રઝળતો બાયોમેડિકલ વેસ્ટ જોઈ શહેરીજનો ચોંકી ઊઠયા હતા અને આવા બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી.

પાટણ શહેરના હાર્દ સમાન બગવાડા દરવાજા ખાતે નગરપાલિકાની વોર્ડ કચેરી પાસે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને જનતા ક્લિનીક ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં બહારગામથી આવતા અને શહેરીજનોને દવા સાથે કોરોના નું ટેસ્ટિંગ તથા રસીકરણ કરવામાં આવે છે ત્યારે સોમવારે સવારે આ સ્થળેથી મેડિકલ વેસ્ટ ની સાધનસામગ્રી જમીન ઉપર છૂટી છવાયેલી પડેલી જોવા મળી આવી હતી જે જોઈ અહીંયા સારવાર અર્થે આવતા દર્દીઓ અને શહેરીજનો ચોકી ઉઠયા હતા. ફરજ પરના આરોગ્ય કર્મચારીઓની આ બેદરકારી ટીકા પાત્ર બની હતી.

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી આર્યએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ સ્થળ પરથી જ બાયો વેસ્ટ રસ્તે રઝળતા મળ્યા છે જે બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને ફરજ પર બેદરકારી બદલ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


અહેવાલ: પ્રતિનિધિ,પાટણ.
Previous articleરણ પાણી પાણી:કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળ્યું!…
Next articleસુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની મળી લાશ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here