Home પંચમહાલ જીલ્લો પંચમહાલ જિલ્લા કક્ષાનો શૈક્ષિક મહાસંઘનો અભ્યાસ વર્ગ યોજાયો

પંચમહાલ જિલ્લા કક્ષાનો શૈક્ષિક મહાસંઘનો અભ્યાસ વર્ગ યોજાયો

120
0
ગોધરા :  14 માર્ચ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત પંચમહાલ જિલ્લાકક્ષાનો અભ્યાસ વર્ગ બાહી  ધી નવચેતન ઇંગ્લિશ હાઈસ્કૂલખાતે યોજવામાં આવ્યો. જેમાં પ્રાથમિક ,માધ્યમિક , ઉચ્ચ માધ્યમિક અને આચાર્ય સંવર્ગના ૧૭૫ જેટલા જિલ્લા /તાલુકા કક્ષાના હોદ્દેદારો તથા કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહ્યા. અભ્યાસ વર્ગનો શુભારંભ સંત શ્રી પ.પૂ.ઇન્દ્રજીતસિંહ દ્વારા દિપ પ્રાગટ્ય અને આશીર્વચનથી કરવામાં આવ્યો .સંત શ્રી એ ગુરુ તરીકે  પોતાના ઉત્તમ કર્તવ્યથી બાળદેવોનું સંસ્કાર ઘડતર થાય અને આદર્શ સમાજનું નિર્માણ થાય તે માટે કટિબદ્ધ બની કર્મ કરવાનું આહવાન કર્યું. રાજ્યના શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષશ્રી  ભીખાભાઈ પટેલે સંગઠનની પરિભાષા અંગે માર્ગદર્શન આપી સંગઠનના વિસ્તાર માટે માર્ગદર્શન પૂરું પાડયું. શિક્ષકોના વિવિધ પ્રશ્નોને વાચા આપી. ભવિષ્યમાં તેના ઉકેલ માટે સંગઠન કટિબદ્ધ હોવાનું જણાવ્યું .અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક માધ્યમિક સંઘના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રભારી મોહનજી પુરોહિતજી એ સંગઠનની કાર્યપદ્ધતિ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત અંગે માર્ગદર્શન આપ્યું. સમાજ સેવા થકી રાષ્ટ્ર ભાવના કેળવવા પ્રતિબદ્ધ બનવા જણાવવામાં આવ્યું. ડૉ.વિજય પટેલ  દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં શિક્ષકની ભૂમિકા અંગે સરસ માહિતી આપી .

અભ્યાસ વર્ગ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ડૉ.વી એમ પટેલ તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભાનુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. ફેબ્રુઆરી માસમાં પ્રકાશિત થયેલ શૈક્ષિકદીપ અંકનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. શ્રીમતી પલ્લવીબેન પટેલ દ્વારા માતૃશક્તિને સમાજ વિકાસમાં જોડવા અંગે શિક્ષિકા બહેનોને સંગઠનમાં જોડાવા અને બાળકોના ઘડતર સાથે સામાજિક વિકાસમાં સહભાગી બનવા માર્ગદર્શન આપ્યું .રાજયના ઉપાધ્યક્ષ શ્રી સરદારભાઈ મચ્છર દ્વારા સંગઠનના જિલ્લા અને તાલુકા સ્તરે વિવિધ હોદ્દેદારોને સંગઠન દ્વારા મળેલ જવાબદારી ઉત્કૃષ્ટ રીતે નિભાવવા અને સંગઠનને મજબૂત બનાવી શિક્ષકોના વિવિધ પ્રશ્નોને તાલુકા જીલ્લા અને રાજ્ય સ્તરે રજૂ કરી નિકાલ કરવા અંગે રજૂઆત ની કાર્યપદ્ધતિ અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી .

શ્રી અરૂણભાઇ જોશી શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી , માતૃવંદના કાર્યક્રમ અને અભ્યાસ વર્ગ દ્વારા કાર્યકર્તાનું ઘડતર કરવામાં આવે છે. તે થકી સંગઠનનો વિસ્તાર કરી પ્રત્યેક શિક્ષકને સંગઠનમાં જોડી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અંગે માર્ગદર્શન આપ્યું . રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત વિભાગના શ્રી ધર્મેશભાઈ મહેતાએ શિક્ષકને પોતાના કર્તવ્ય થકી અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપી સામાજિક વિકાસ થકી રાષ્ટ્ર ભાવના કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું . અંતમાં ગુજરાત રાજ્યના સંગઠન મંત્રીશ્રી ઘનશ્યામભાઇ પટેલે સંગઠનનું મહત્વ સમજાવી દરેક કાર્યકર્તા જવાબદારીપૂર્વક સમર્પિત બને તે માટે ઉત્તમ માર્ગદર્શન આપી અભ્યાસ વર્ગની પૂર્ણાહુતિ કરી.

 


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here