ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ દ્વારા ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ” વૈશ્વિક મંચ પર ભારત ” વિષય સાથે મોટી સત્તાવીસ પાટીદાર વાડી (પ્રમુખસ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર) પીપલગ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી IT સેલ કન્વીનર મનન દાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ , પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ (ધર્મજ), ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ખંભાત, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ ,વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, આણંદ-ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી ,ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ,ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેશ પટેલ, બેંકના ડીરેક્ટરો ,તાલુકા પંચાયતના પ્રમુખો, બેંકના CEO અરવિંદ ઠક્કર, બેંકની તમામ શાખાના મેનેજરઓ ,ખેડા- આણંદ જિલ્લાના APMC ના ચેરમેન તથા વાઇસ ચેરમેન તથા ખેડા- આણંદ જિલ્લાના તમામ ખરીદ વેચાણ સંઘના ચેરમેન , વાઇસ ચેરમેન , ખેડા તથા આણંદ જિલ્લાના સામાજિક આગેવાનો તથા વેપારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થતા વિશેષ કાર્યોને જન જન સુધી પહોચાડવા માટે સૌ કટિબદ્ધ થયા છે.