દેશની પ્રથમ સૌથી નાની ઉંમરની સાક્ષી કોચર ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈની વિધાર્થીની કોમર્શિયલ પાયલોટ બની ગઇ છે. તે હિમાચલ પ્રદેશના પરવાનુ શહેરની વતની સાક્ષી માત્ર 18 વર્ષની છે. જેણે રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે સાક્ષીને તેમનાં 18માં જન્મદિવસે જ કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ એનાયત કરવામાં આવ્યું હતું.
પાયલોટ સાક્ષી કોચરે પાયલોટ બનવાના સ્વપ્નને સાકાર કરવા પાછળ ધ સ્કાયલાઈન એવિએશન કલબ મુંબઈના સ્થાપક સંચાલક કેપ્ટન એ.ડી.માણેકને બિરદાવ્યા છે. જેમાં તેણે અગાઉ જણાવ્યા મુજબ મારું પાયલોટ બનવાનું સ્વપ્ન મારા મેન્ટર (ગુરુ) કેપ્ટન એ. ડી. માણેક થકી પૂર્ણ થયું છે. હું 10 વર્ષની હતી ત્યારથી ડાન્સ પ્રત્યે લગાવ હતો. ડાન્સ, સંગીત, સ્કેટિંગ જેવા અનેક શોખો હતા. પરંતુ કંઈક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી કે જેનાથી દેશને પણ ગૌરવ પ્રદાન થાય. આ આશય સાથે પાયલોટ બનવાનું નક્કી કરી આકાશમાં ઉડવા કેપ્ટન માણેક સાહેબનો સંપર્ક કર્યો. કેપ્ટન (ડો.) એ.ડી.માણેક સાહેબ એક સારા મોટીવેશનલ સ્પીકર પણ છે. તેમના યુ-ટ્યુબ પરના વીડિયો થકી પાયલોટ બનવાની પ્રેરણા મળી છે.