સુરેન્દ્રનગર: ૧૦ જાન્યુઆરી
ભારત દેશમાં વિવિધ પક્ષીઓની કુલ 1295 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે, જે પૈકી 479 જેટલી પ્રજાતિઓ તો ગુજરાતમાં જ નોંધાયેલી છે.રણકાંઠામાં દર વર્ષે હજારો નયનરમ્ય વિદેશી પક્ષીઓ રણમાં મહાલવા આવે છે. જેમાં આ વર્ષે પાટડી રીસોર્ટમાં જમીન પર કદાપી પગ ન મૂકતા હરિયલ પક્ષી જોવા મળતા પક્ષી પ્રેમીઓ ખીલી ઉઠ્યા હતા. ભારત દેશમાં વિવિધ પક્ષીઓની કુલ 1295 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. જે પૈકી 479 જેટલી પ્રજાતિઓ તો ગુજરાતમાં જ નોંધાયેલી છે. જેમાં માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ, સુરખાબ અને ફ્લેમીંગો સહિતના પક્ષીઓ શિયાળો ગાળવા દર વર્ષે આવે છે.
જેમાં આ વર્ષે પાટડી ભાવના રીસોર્ટના એક ઝાડ પર આછા લીલા અને પીળા કલરના દુર્લભ હરિયલ પક્ષી જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. આ અંગે ભાવના રીસોર્ટ ફાર્મના પ્રશાંતભાઇ રાવલ જણાવે છે કે, આ દુર્લભ હરિયલ પક્ષીના પગ અને ડોક આછા પીળા કલરના અને બાકીનો ભાગ આછા લીલા કલરનો હોય છે.
આ પક્ષીઓ વિશે ગુજરાત રાજ્યના વન વિભાગ, ગાંધીનગરથી પ્રાપ્ત વિગત અનુસાર આ હરિયલ પક્ષી જમીન પર કદાપી પગ મુકતા નથી! અને તેઓ સામાન્ય રીતે વૃક્ષની ટોચ પર જ રહેવાનું પસંદ કરે છે. આ પક્ષીની લંબાઇ 33 સે.મી.ની હોય છે અને આ દુર્લભ હરિયલ પક્ષીની ગણતરી કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓની મલાતમાં થાય છે. આ અંગે ની પ્રાપ્ત માહીટી મુજબ બજાણા અભ્યારણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાએ પણ આ દુર્લભ પક્ષી હરીયલ પક્ષી હોવાની પુષ્ટી કરી હતી.