આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાનાં ઘરમાં કંઇક સુશોભન કરવું હોય છે. જેનાથી પોતાનું ઘર સુંદર લાગે. તેમજ હવે તો લોકો ઘરમાં અવનવા સુશોભન આઇડિયાઝથી ઘરનો અલગ જ લુક આપે છે. ત્યારે ઘરમાં સુશોભન માટે પ્લાન્ટ , વાઝ , ક્લોક સહિતની વિવિધ વસ્તુઓ લગાવતાં હોય છે. ત્યારે આજે વાત કરવી છે ઘરમાં રાખવામાં આવતા પ્લાન્ટસ વિશે. તમે ઘરમાં છોડ લગાવવાના શોખીન હોવ પણ તમને બાગકામ માટે સમય નથી મળતો. ત્યારે હું તમને જણાવીશ કે તમે માટી વિનાનાં છોડ ઘરમાં રોપી શકો છો. જેમાં તમારે સમય આપવો નહીં પડે.
ચાલો જાણીએ આ માટી વિનાનાં છોડ કે જેને રોપવાથી ઘરનો લુક અલગ જ આવશે.
મની પ્લાન્ટ – માટી વિનાં ઉગતાં છોડમાં મની પ્લાન્ટનું નામ સૌ પહેલાં આવે છે. આ છોડને માટી સિવાય પાણીમાં પણ સરળતાથી રોપી શકાય છે. જેની માટે કાચની બોટલમાં છોડ લગાવવાનો રહેશે. જ્યાં તમારે સમયસર પાણી બદલવું પડે અને છોડની કાપણી કરવી પડે છે.
વાંસનો છોડ – આ વાંસના છોડને તમે ઘરના ડ્રોઇંગ રુમ તેમજ લિંવિગ રુમમાં રાખી શકો છો. આ છોડ તમારા ઘરની સજાવટનો એક ભાગ બની શકે છે. ત્યારે ઘણાં ખરાં લોકો આ છોડને વધુ પસંદ કરતાં હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં માન્યતા ધરાવતા લોકોને માટે તો આ છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ફિલોડેન્ડ્રોન પ્લાન્ટ – આ છોડ માટી વિનાં ઉગી શકે છે તેથી લોકો તેને ઘરની અંદર રોપવાનું વધુ પસંદ કરે છે. આ છોડ ઓછા પ્રકાશમાં ક વધુ પ્રકાશમાં સરળતાથી તાજો રહે છે તો આ છોડને ઉગાડવા વધારે કાળજી રાખવાની જરુર નથી.
સિંગોનિયમ પ્લાન્ટ – માટી વિનાનાં છોડની અંદર સિંગોનિયમ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ છોડ ઘરમાં સરળતાથી લગાવી શકાય છે. તે ઘરની સુંદરતા પણ વધારે છે.
એગ્લોનીમા છોડ – આ છોડ રોપવા માટે તંદુરસ્ત છોડમાંથી 6 ઇંચ જેટલો ડાળી કાપણી કરી રોપી શકાય છે. આ પ્લાન્ટ ગુલાબી અને લીલા ડબલ શેડમાં આવે છે. જે ખૂબ જ સુંદર લાગે છે.