ડેરોલ સ્ટેશનના એવા રાઠવા જયસિંહ ગણપતસિંહ સખત પાંચ વર્ષની મેહનત પછી પેરા મીલીટરીમાં પસંદગી પામ્યા છે. જે ટેકનપુર ખાતે BSF ની ટ્રેનિંગ અર્થે જોડાયા હતા. ત્યારબાદ 2 જુલાઇના રોજ તેમની બેઝિક ટ્રેનિંગ પૂરી કરી કર્મભૂમિથી જન્મભૂમિ તરફ આવ્યા છે. જેમનું સ્વાગત કરવા ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે કાલોલ બસ સ્ટેન્ડ પર આદિવાસી સમાજની સુંદર ઝાંખી જોવા મળી હતી. જ્યાં આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા DJ પર દેશ ભકિતના ગીતો સાથે ભવ્ય બાઈક રેલી નીકાળવામાં આવી હતી. જેમાં કાલોલ, હાલોલ પંથકના મિત્રો રેલીમાં જોડાઈ દેશભક્તિના ગીતો પર ઝુમતા જોવા મળ્યા હતા. ત્યારબાદ કાલોલ બસ સ્ટેન્ડ થી બાઈક રેલી સાથે નીકળી ડેરોલ સ્ટેશન તરફ તેમના નિવાસ્થાને ગયા હતા.