5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ નાના બાળકોને સાડી અને ફોરમલ કપડાંમાં શાળા જતાં જોઈએને તુરંત વિચાર આવે કે આજે તો શિક્ષક દિવસ છે..! પણ આ વાત માત્ર ત્યાં સુધીજ પૂરી નથી થઈ જતી આજે ઇતિહાસ તાજો કરાવવો છે. શું જાણો છો ? શા માટે આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ નામ તો આપણે નાનપણમાં સાંભળ્યું જ હશે. જેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. જેમને પોતાના જીવનના અમૂલ્ય 40 વર્ષ શિક્ષક તરીકે દેશને આપ્યા છે. જેમનું શિક્ષણને માવજત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાધાકૃષ્ણન એક મહાન વિદ્યાન અને ફિલોસોફર હતા. આ દિવસને જન્મદિવસની ઉજવણી કરવાની તેમના વિદ્યાર્થીઓએ મંજૂરી માંગી હતી ત્યારે તેમણે કહ્યું કે જન્મદિવસ ઉજવવાને બદલે તેઓ આ દિવસને સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવે તો મને ગર્વ થશે. ત્યારથી દેશમાં પ્રથમ વખત, 5 સપ્ટેમ્બર 1962 ના શિક્ષક દિવસની શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર દેશની શાળાઓ, કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ડો. રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અપર્ણ કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકોને તેમના સમર્પણ માટે શિક્ષકોને આભાર વ્યક્ત કરે છે. ત્યારે શિક્ષક દિન નિમિતે શાળા અને કોલેજોમાં શિક્ષકને સન્માનમાં નાએક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.