Home પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો આરોગ્યકર્મીઓનો વર્કશૉપ

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયો આરોગ્યકર્મીઓનો વર્કશૉપ

101
0
પાટણ : 22 ફેબ્રુઆરી

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હૉલ ખાતે આઇ.ડી.એસ.પી., એન.વી.બી.ડી.સી.પી, રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ, સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત RO ધારપુર, સિધ્ધપુર, પાટણ, તાલુકા હેલ્થ ઓફિસરઓ તથા મેડીકલ ઓફિસરોનો તાલીમ સાથે રીવ્યુ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
  આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી તા.૦૭/૦૩/૨૦૨૨થી ૧૩/૦૩/૨૦૨૨ સુધી સઘન મિશન ઈન્દ્રધનુષ ૪.૦ અંતર્ગત જિલ્લામાં રસીકરણથી વંચીત રહેલા ૦ થી ૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા બહેનોનું સરવે કરી રૂટીન રસીકરણમાં બાકી હોય તેવા તમામ બાળકો અને સગર્ભા બહેનોનું રસીકરણ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વધુમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ૧૫ થી ૧૭ વર્ષની વયજૂથના બાળકો કે જેઓનું કોરાના રસીકરણ બાકી છે તેવા તમામ બાળકોના કોરાના રસીકરણની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here