Home પંચમહાલ જીલ્લો ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની...

ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

191
0

પંચમહાલ : 11 ઓગસ્ટ


ઘોઘંબા તાલુકાની શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં વિશ્વ સંસ્કૃત દિવસ તથા મહાકવિ કાલિદાસની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કોલેજના વિદ્યાર્થીઓ બારીયા સરસ્વતી એ શિવ પંચાક્ષર સ્તોત્ર રજૂ કર્યુ હતુ. લુહાર જશોદાબેને કૃષ્ણાષ્ટક રજૂ કર્યું હતું. બીજા સોળ વિદ્યાર્થીઓએ કવિ કાલિદાસના જીવન, કૃતિઓ, શ્લોકગાન, , સંસ્કૃત ભાષામાં સ્વ પરીચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. દિલીપસિંહ ચાવડા એ કર્યું હતું. આચાર્ય ડૉ. દિલીપકુમાર અમીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડૉ.રણજીતસિંહ બારીયાએ સંસ્કૃત દિવસનું મહત્વ સમજાવ્યું હતું. કોલેજના પ્રાધ્યાપકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here