ગોધરા : 5 મે
ગોધરા તાલુકામાંથી કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં પ્રતિબંધિત ગૌચરની જમીનમાંથી 10 કરોડ ઉપરાંતની કિંમતની માટી ચોરી કરવામાં આવી હોવાનું ટીડીઓની તપાસમાં સામે આવ્યું છે.
ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી મુંબઈ હાઇવેનું નિર્માણ કરતી MCC કંપની દ્વારા કરોડોની માટી ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
ખાનગી કંપની દ્વારા ગોધરા તાલુકાના વિવિધ ગામોની ગૌચરની જમીનો ખોદી કરોડો રૂપિયાની માટી ચોરી ગૌચર જમીનોનું એટલું ખોદકામ કરી નાખ્યું કે ગૌચરની જમીન તળાવમાં ફેરવાઈ ગઈ છે અને આવનાર ચોમાસા માં પાણી ભરાય તો મોટો અકસ્માત પણ સર્જાય એવી શક્યતા છે ત્યારે કંપની સંચાલકો દ્વારા જિલ્લા કલેકટર એ મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવી ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી નાખી છે . જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપવામાં આવતી હોવાના આક્ષેપ આસપાસ ના લોકો કરી રહ્યા છે જોકે આ મામલે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કંપની દ્વારા 10 કરોડ ઉપરાંતની માટી ગૌચર જમીનોની ખોદીને ચોરી કરી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ત્યારે સરકાર ના સૌથી મોટો દિલ્હી મુંબઈ કોરીડોર રોડ બનાવવા ની ઉતાવળ માં દરેક જિલ્લા નું વહીવટી તંત્ર ગેરકાયદેસર માટી ખનન ને રોકવા લાચાર બની ગયેલ છે ત્યારે વાડ જ ચીભડાં ગળે એવો ઘાટ થવા પામ્યો છે.