Home સુરેન્દ્રનગર ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર…

ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર…

163
0
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી

થાનગઢ સીરામીક ઉધોગકારોએ ગેસના ભાવ વધારા અંગે બેઠક યોજી ગુજરાત ગેસ કંપનીના અધિકારીને બોલાવી ઉધોગકારોની વ્યથા રજૂક કરાઇ

થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા ગેસના ભાવોને કારણે ઉધોગને થતી અસર અંગે બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત ગેસકંપનીના અધિકારીને ઉધોગને ગેસના ભાવ વધારાથી થતી અસરો અંગે રજૂઆત કરવામાં આવી હતી.અને હજુ ભાવ વધારો આવેતો ઉધોગો ઓડ-ઇવન પધ્ધતીથી ચલાવવા નક્કી કરાયુ હતુ.

ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગોને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર

ગુજરાત ગેસ કંપની દ્વારા ઉધોગોને મળતા ગેસમાં સતત ભાવ વધારો કરવાના કારણે થાન સીરામીક ઉધોગને સતત અસર થઇ રહી છે. આ અંગે કંપની અને રાજ્ય સરકારમાં ઉધોગ કારોએ રજૂઆત કરવામાં આવી હતી.આમ છતા કોઇ નિરાકણ ન આવતા તાજેતરમાં ઉધોગકારોએ ગેસના ભાવ વધારા અંગે બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં પંચાલ સિરામીક એસોસીએશના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ટ્રસ્ટી કીર્તિભાઇ મારૂ, નાનજીભાઈ પટેલ, દિનુભાઈ ભગત, શાંતિલાલ પટેલ, કિરીટ મેજડિયા સહિત 350થી વધુ ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાત ગેસ થાનગઢના અધિકારી જય ચૌહાણને એસોશિએસનમાં બોલાવી તેમને ઉધોગોને ગેસના ભાવ વધારાથી અસર અંગે માહિતી અપાઇ હતી. જેમાં ગુજરાત ગેસ કંપનીએ સીરામીક ઉધોગમાં અચાનક નોન એમજીઓ, એમજીઓના નિયમોમાં ફરફાર અંગે જણાવાયુ હતુ. ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે આગામી સમયમાં ઉધોગને મળતા ગેસનો ભાવ 106 રૂપીયા થઇ ગયો છે.

થાનગઢમાં પ્રતિદીન કુલ 1,80,000 ક્યુબીક મીટર ગેસ મળે છે જેની સામે વપરાશ વધુ છે. અને જો વપરાશ વધેતો ભાવ વધવાની શક્યતા છે. આમ માંડ કોરોનાથી ઉગરી ઉભા થતા સીરામીક ઉધોગને ગેસમાં સતત ભાવ વધારો મૃતપ્રાય કરી નાંખશે. આ પરિસ્થિતિમાં થાનગઢના પંચાલ  સીરામીક એસોશિએસનના સમજદાર અને પરસ્પર એકતા રાખનાર ઉધોગપતિઓએ અમુક ફેકટરી ચાલુ રહેશે અને અમુક ફેકટરી રાજીખુશીથી બંધ રહેશે તેવું નક્કી થયું હતુ. એન ઉધોગ ઓડ ઇવન પધ્ધતીથી ચલાવવા નક્કી કરાયુ હતુ.અગાઉ ઉધોગકારોએ ગેસ કંપની સાથે સંકલન રાખી સમાધાન કરાયુ પરંતુ આ પરિસ્થિતિ હવે વધુ વિકટ બનતા ગુજરાત સરકાર માટે ઉધોગને વ્યાજબી ભાવનો ગેસ પૂરો પડે તે વિકલ્પ શોધવાનો સમય આવી ગયાનું જણાવાયુ હતુ. આમ સતત ગેસના ભાવ વધતા તૈયાર માલની કિંમત પણ વધતા મંદીના સમયે તે ભાવ વધારો પણ પોશાય તેમ નથી આથી સીરામીક ઉધોગ વિદેશી કંપનીઓ સામે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકશે નહીં તેવું જણાવાયુ હતુ.

સીરામીક ઉધોગ બંધ થશે તો 50 હજારથી વધુ લોકોની રોજીને અસર થશે ગેસના સતત ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગ વિદેશી કંપની સામે ઉભો રહેવાનો તો દુર પરંતુ બંધ થવાના આરે આવી ગયો છે.આ સીરામીક ઉદ્યોગ માત્ર ઉધોગ નહીં પરંતુ 50 થી 60 હજાર લોકોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે.આગામી સયમમાં જો ગેસના ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગો બંધ થાય તો માત્ર ઉધોગનહીં પરંતુ હજારો લોકોની રોજીરોટીને અસરકરશે – શાંતીલાલ પટેલ ઉપપ્રમુખ પંચાલ સીરામીક એસોસીએશન

 


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here