Home સુરેન્દ્રનગર લીંબડી નગરપાલિકાને બાકીનું ૪ કરોડ થી વધુનું વીજ બીલ ભરવા PGVCLએ નોટિસ...

લીંબડી નગરપાલિકાને બાકીનું ૪ કરોડ થી વધુનું વીજ બીલ ભરવા PGVCLએ નોટિસ ફટકારી…

150
0
સુરેન્દ્રનગર : 17 જાન્યુઆરી

લીંબડી ન.પાલિકાના વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના 4 કરોડથી વધુની રકમના વીજ બિલ ભરવાના બાકી છે. લીંબડી પીજીવીસીએલની શહેર પેટા વિભાગીય કચેરીએ પાલિકાને બાકીના નાણાં ભરવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. 7 દિવસમાં બાકી વીજ બિલ નહીં ભરાય તો વીજ જોડાણ કાપી નાખવાની ચિમકી આપવામાં આવી છે. લીંબડી નગરપાલિકાના છેલ્લા ઘણાં સમયથી વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના વીજ બિલ બાકી છે. લીંબડી સુધરાઈના વોટર વર્કસના 3.03 કરોડ અને સ્ટ્રીટ લાઈટના રૂ.1.27 કરોડ ડિસેમ્બર-21 સુધીના બિલ ભરવાનાં બાકી છે. લીંબડી પીજીવીસીએલ કચેરી દ્વારા પાલિકામાં 4.30 કરોડ બાકી નીકળતા નાણાં માટે અનેકવાર રૂબરૂ અને લેખિત ઉઘરાણી કરવામાં આવી છતાંય શહેરીજનોએ સમયસર વેરો ભરવા માટે મોટા-મોટા લેક્ચરો દેનારા પાલિકાના સત્તાધીશોએ બાકી વીજ બીલ ભરવા બાબતે ગંભીરતા લીધી નથી. લીંબડી શહેર પેટા વિભાગીય કચેરીએ પાલિકાને 7 દિવસમાં બિલની ભરપાઈ કરી આપવા નોટિસ ફટકારી છે. બાકી બિલના નાણાં ભરપાઈ કરવામાં નહીં આવે તો વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખવાની ચિમકી આપવામાં આવી છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here