Home અમદાવાદ ગુજરાતી દંપતિને અમેરિકા જવું ભારે પડ્યું …. , દંપતિ સહી સલામત અમદાવાદ...

ગુજરાતી દંપતિને અમેરિકા જવું ભારે પડ્યું …. , દંપતિ સહી સલામત અમદાવાદ પરત આવ્યા …

98
0

ગુજરાતી લોકોમાં વિદેશ જવાનો ભારે ક્રેઝ છે. ત્યારે વિદેશ જતા ગુજરાતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા દંપતિ અમેરિકા જવા માંગતા હોઇ તેઓને અમેરિકા જવું એટલી હદે ભારે પડ્યું કે દંપતિને શારીરિક- માનસિક ત્રાસથી પસાર થવું પડ્યું. પરંતુ અંતે સરકાર સહયોગથી દંપતિ સહી સલામત પોતાના વતન પરત આવી ગયા છે.

સમગ્ર ચોંકાવનારી ઘટના એવી છે કે અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને તેમનાં પત્ની નિશા પટેલને અમેરિકા જવું હતું. તેઓ બંને આ માટે ગાંધીનગરના એક એજન્ટ મારફતે હૈદરાબાદના કોઈ એજન્ટ શકીલના સંપર્કમાં આવ્યા હતા.ત્યારે શકીલ નામના આ એજન્ટે તેમને કહ્યું હતું કે પહેલાં ઈરાન જવું પડશે અને ત્યાંથી અમેરિકા જવાશે.ત્યારે અમેરિકા જવાની આંધળી લાલચમાં આ દંપતીએ એજન્ટ સાથે 1.15 કરોડ રૂપિયાનો સોદો નક્કી કર્યો હતો.

આ દંપતિ અમેરિકા જવા નીકળે છે. જ્યાં પહેલા હૈદરાબાદમાં રોકાયા અને પછી અન્ય કપલ સાથે તેમને અમેરિકા પહોંચાડવાની એજન્ટે વ્યવસ્થા કરી હતી. આ દંપતિ હૈદરાબાદથી દુબઇ જવાના જ હતા ને ત્યાં ઇરાન પહોંચતા તેમનું અપહરણ થઇ ગયું. જ્યાં આ દંપતિનુ અપહરણ થયાંની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા તેમના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી પોલીસે ઇરાન સરકારનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જ્યાં બંને દેશોના વહીવટી તંત્રના પ્રયત્નોથી અપહરણ કરાયેલા દંપતિને ઇરાનમાં શોધી કાઢ્યા બાદ દંપતિનો છુટકારો થયો. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દંપતિને અમેરિકા મોકલનાર એજન્ટોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here