Home ક્ચ્છ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પુરી સહાય મળે તે બાબતે આવેદનપત્ર…

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પુરી સહાય મળે તે બાબતે આવેદનપત્ર…

24
0

જૂનાગઢ: ૧૧ જાન્યુઆરી


જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ માંગરોળ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતકોને રૂપિયા ચાર લાખની સહાય,સાથે કોરોનામાં મૃત્યુ પામેલ કર્મચારીના વારસદાર ને સરકારી નોકરી, કોવિડ ગ્રસ્ત તમામ લોકોમાં મેડિકલ બિલ ની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે  રોષ પૂર્વક સુત્રોચાર સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

આ સાથે કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે અને શહેરના વિવિધ વિસ્તારમાંથી 241 જેટલા ફોર્મ મામલતદાર કચેરી ખાતે જમા કરાવ્યા હતા.આ આવેદનપત્ર કાર્યક્રમ માં તાલુકા શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રીઓ, પાલિકા પ્રમુખ, પૂર્વ તાલુકા અને પાલિકા પ્રમુખ, પાલિકા અને તાલુકા ના સદસ્યો, યુથ, એનએસયુઆઈ ના કાર્યકરો એ હાજરી આપી હતી.


અહેવાલ:વૈશાલી કગરાણા, જૂનાગઢ

 

 

Previous articleદીનદયાલ પોર્ટ બંદરે 10.01.2022ના રોજ 100 મિલિયનનો આંકડો પાર કર્યો..
Next articleદુનિયામાં માનવતા મરી પરવારી નથી, હજુ દુનિયામાં માનવતાની મહેક પ્રસરતી જોવા મળે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here