Home રાજ્ય કેન્દ્ર સરકારે બાળકો અને કિશોરો માટે સુધારિત ગાઈડલાઈન જારી કરી

કેન્દ્ર સરકારે બાળકો અને કિશોરો માટે સુધારિત ગાઈડલાઈન જારી કરી

171
0

5 વર્ષથી ઓછી વયના બાળકો માટે માસ્કની જરુર નહીં

બાળકોને મોનોક્લોનન ઈન્જેક્શનની પણ જરુરી નહીં

બાળકોને મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન ન આપો!
કેન્દ્રની નવી ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે બાળકોને મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન આપવાની બિલકુલ પણ જરુર નથી.ગાઈડલાઈનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે પુખ્ય વયના લોકોને પોઝિટીવ આવ્યાં બાદ કોરોના સામે લડનાર એન્ટીબોડી અપાય છે પરંતુ બાળકોને આ ઈન્જેક્શનની જરુર નથી.

5 વર્ષથી નાની વયના બાળકો માટે માસ્કની જરુર નથી!
સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 5 વર્ષથી નાની વયના બાળકો માટે માસ્કની જરુર નથી. 6 થી 11 વર્ષના બાળકો વાલીઓની દેખરેખ હેઠળ તેમની ઈચ્છાનુસાર માસ્ક પહેરી શકે છે. 12  વર્ષથી વધુ વયના કિશોરોએ વયસ્ક વ્યક્તિઓની જેમ જ માસ્ક પહેરવું જોઈએ.

સ્ટેરોઇડ્સ આપવામાં સાવચેત રહો!
આ ઉપરાંત બાળકોને સ્ટેરોઇડનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. માર્ગદર્શિકા અનુસાર, જો બાળકોમાં સ્ટેરોઇડ્સ આપવામાં આવે તો તેને ધીમે ધીમે ઘટાડવું જોઈએ અને 10 થી 14 દિવસના સમયગાળા દરમિયાન બંધ કરવું જોઈએ.

બાળકોની સારવાર કેવી રીતે કરવી!
ઘરના એકલતામાં રહેતા બાળકોને કોઈ દવા આપવાની જરૂર નથી. તેમને પૂરતી માત્રામાં પ્રવાહી આપવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલે આવા બાળકોમાં પૂરતા પ્રવાહીની સલાહ પણ આપી છે.

તાવમાં પેરાસિટામોલ આપી શકાય!
કોરોનાના હળવા લક્ષણો ધરાવતા બાળકોને તાવની સ્થિતિમાં પેરાસિટામોલ આપવાની સલાહ આપવામાં આવી છે. આ દવાને 4 થી 6 કલાકે જરૂર મુજબ રિપિટ કરી શકાય છે. જો બાળકને બેક્ટેરિયલ ચેપ માટે પરીક્ષણ કરવામાં આવે તો જ એન્ટિબાયોટિક્સ આપવાની સલાહ આપવામાં આવે છે નહીંતર નહીં.

વાલીઓ જાણી લે બાળકો માટેની નવી ગાઈડલાઈન

  • બાળકોને મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન ન આપો
  • 5 વર્ષથી નાની વયના બાળકો માટે માસ્કની જરુર નથી
  • બાળકોને સ્ટેરોઇડ આપવામાં કાળજી રાખજો
  • હોમ આઈસોલેશનમાં બાળકોને પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપો
  • તાવ હોય તો બાળકોને પેરાસિટામોલ આપી શકાય
  • હોસ્પિટલમાં ભરતી બાળકોના ટેસ્ટ કરાવવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here