Home ખેડુત કેન્દ્રીય બજેટથી સુરેન્દ્રનગર જિલ્લાના લઘુ ઉદ્યોગો, ખેડૂતોને ફાયદો

કેન્દ્રીય બજેટથી સુરેન્દ્રનગર જિલ્લાના લઘુ ઉદ્યોગો, ખેડૂતોને ફાયદો

178
0
સુરેન્દ્રનગર : 8 ફેબ્રુઆરી

હાલ બજેટ જાહેર થયા બાદ વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા લોકોને ફાયદો થાય એવું બહુલક્ષી બજેટ જોવા મળ્યું હતુ. જેમાં લઘુ ઉદ્યોગો અને ખેડૂતો સહિત ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન ભાંગી પડેલા નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગોને પણ વેગ મળે એ પ્રકારનું આયોજન કરાયું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ મુખ્યત્વે ખેતી પ્રધાન દેશનો ખેતી પ્રધાન જિલ્લો હોવાથી અહીંના ખેડૂતોને પણ એમએસપી સહિતના લાભો મળશે. તેમજ હાઈવે અને સોલર ઉર્જાના વધુને વધુ લાભ અને છૂટછાટ તેમજ ડિજિટલ બેન્કિંગ અને પોસ્ટઓફીસ સહિતની સુવિધાઓથી સુરેન્દ્રનગર જિલ્લાના લઘુ ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોને અને ગ્રામ્ય સ્તરે પણ ક્યાંકને ક્યાંક આ બજેટથી લાભ થવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. અને જિલ્લાના ઉદ્યોગકારો પણ આ અંગે પોતાના વિચાર રજુ કર્યા હતા.

કેન્દ્રીય બજેટથી સુરેન્દ્રનગર જિલ્લાના લઘુ ઉદ્યોગો, ખેડૂતોને ફાયદો

આ અંગે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સુમિત પટેલે બજેટને આવકારતા જણાવ્યું કે, એનાથી ઉદ્યોગકારોને બેનીફીટ મળશે. કારણ કે, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવશે. જેનાથી 60 લાખ લોકોને રોજગારી મળશે. મેક ઇન ઇન્ડિયા એક સારૂ પગલું છે. જેનાથી ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે. 25,000 કિ.મી.ના નેશનલ હાઇવે બનાવવાની વાત છે. એનાથી માલનું પરિવહન ઇઝી થશે અને ઇન્ડસ્ટ્રીઝને એનો ફાયદો થશે. પોસ્ટને ઓનલાઇન કરવાનું સ્ટેપ પણ આવકારવા દાયક છે. સાથે પોસ્ટને બેકીંગ સુવિધા સાથે જોડવામાં આવશે. સોલાર એનર્જી પર ફોકસ છે. એકદંરે બેલેન્સ બજેટ છે. પણ આ બજેટથી સુરેન્દ્રનગર જિલ્લાને કાશ કાંઇ લાભ નહીં મળે. કારણ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો આવેલા છે.

કેન્દ્રીય બજેટથી સુરેન્દ્રનગર જિલ્લાના લઘુ ઉદ્યોગો, ખેડૂતોને ફાયદો

જ્યારે આ અંગે ઝાલાવાડ ફેડરેશનના ઇન્ડસ્ટ્રીઝના વાઇસ ચેરમેન નરેશ કૈલાએ જણાવ્યું કે, આ બજેટથી સરકારની કૃષિ વિકાસ માટેની પ્રતિબધ્ધતા સ્પષ્ટ થાય છે. સરકારે એમએસપીની સાથે અન્ય ધાનોની ખરીદી માટે ઐતિહાસિક 2 લાખ 37 હજાર કરોડની જોગવાઇ કરી છે. ભારતની 70 % વસ્તી કૃષિ પર આધારિત છે. એમને પોતાની ઉપજનું યોગ્ય મૂલ્ય મળે અને એમએસપી આધારિત મૂલ્ય મળશે. જ્યારે અન્ય પાસાઓની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન લઘુ ઉદ્યોગો માટે નાણાકીય તરલતાની જે ખેંચ હતી એ માટે સરકારે સાડા ચાર લાખ કરોડ રૂ.ની ઇમરજન્સી ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ જે લોંચ કરી જેમાં એમની હાલની ચાલતી લોન સિવાય વગર સિક્યુરિટી કે મોરગેજ વગર કેન્દ્ર સરકારની ગેરેન્ટીએ 20 % રકમ વધારી દીધી એ આવકાર દાયક પગલું છે. જ્યારે ખેતી પ્રધાન સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારે એમએસપીની ફાળવણી અથવા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસની જોગવાઇ જે ગત વર્ષે સાડા પાંચ લાખ કરોડની હતી એ આ વર્ષના બજેટમાં 35 % વધારીને 7 લાખ 54 કરોડ કરવામાં આવી છે.

અહેવાલ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here