Home પંચમહાલ જીલ્લો કાલોલ મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની મળી બેઠક…..

કાલોલ મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની મળી બેઠક…..

212
0

કાલોલ મામલતદાર કચેરી ખાતે 2023 વર્ષ અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાએ ત્રીજો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કક્ષાએ રજૂઆત પામેલા 13 પ્રશ્નોની સમીક્ષા કરી નિરાકરણ માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. તદ્ઉપરાંત તાલુકાના વિવિધ સરકારી વિભાગો તાલુકા પંચાયત, નગરપાલિકા, પોલીસ, માર્ગ-મકાન અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોના જવાબદાર અધિકારીઓએ ઉપસ્થિત રહીને સરકારી યોજનાઓ અને પડતર પ્રશ્નોની સમીક્ષા કરીને સંકલન સાધ્યું હતું.

બંને બેઠકમાં જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ વિવિધ સરકારી કચેરીઓ સાથે પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત મામલતદાર કચેરી ખાતે પીવાના પાણીની સુવિધા માટે કાલોલ GIDC સ્થિત UPL કંપનીની સખાવતથી ફાળવેલ RO સહિત વોટર કુલરનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ – મયુર પટેલ , કાલોલ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here