Home આણંદ ઈન્દ્રણજ બી.એચ.દવે શૈક્ષણિક સંકુલમાં સંસ્થાઓનો વાર્ષિકોત્સવ ઉજવાયો

ઈન્દ્રણજ બી.એચ.દવે શૈક્ષણિક સંકુલમાં સંસ્થાઓનો વાર્ષિકોત્સવ ઉજવાયો

225
0

તારાપુર : 8 જાન્યુઆરી


ભાવનાબેન એચ.દવે શૈક્ષણિક સંકુલ, ઈન્દ્રણજ ખાતે કે.જે.બાઢીવાલા હાઈસ્કૂલ, બી.એચ દવે ઇન્ટરનેશનલ સ્કૂલ, સંત સવૈયાનાથ આશ્રમશાળા, માધવલાલ શાહ કુમાર છાત્રાલય, સરદાર કુમાર છાત્રાલય અને લીટલ હાર્ટ પ્લે સ્કૂલ નો વાર્ષિકોત્સવ ઉજવાયો પ્રસંગે શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી, સોજીત્રા પ્રમુખ-આણંદ જીલ્લા ભાજપ, શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી પેટલાદ, અને શ્રી કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્યશ્રી, માતર ખાસ હાજર રહ્યા, આ પ્રસંગે તમામ ધારાસભ્યશ્રીઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યુ. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી હરેશભાઈ શાણી, સહ સંયોજક, ધર્મ જાગરણ સંસ્કૃતિ આયામ, શ્રી પ્રદિપભાઈ ઉપાધ્યાય અને વિનુભાઈ પટેલ, સભ્યશ્રી ભાજપ પ્રદેશ કરોબારી,ગુજરાત વિશેષ ઉપસ્થિત રહી.


આ પ્રસંગે શ્રી વિજયભાઈ ભરવાડ-પ્રમુખ, તારાપુર તા.પંચાયત, શ્રી ચંદ્રેશભાઈ પટેલ, ઉપાધ્યાક્ષ, ખેડા જીલ્લા, ભાજપ, શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ-લાયન્સ ક્લબ,તારાપુર શ્રી કનુભાઈ ઝાલા-પ્રમુખ, માતર તા.ભાજપ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા
મહાનુભાવો વરદ હસ્તે વાર્ષિક ઉત્સવનો દિપ પ્રગટાવીએ શુભારંભ કરવામાં આવ્યો.
શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં ઈન્દ્રણજના ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
સંસ્થાના પ્રમુખ શ્રી નીરવભાઈ બાઢીવાલા કાર્યક્રમને સફળ બનાવા બદલ મહેમાનો, શિક્ષકો અને ગ્રામજનો આભાર પ્રગટ કર્યો..

અહેવાલ : ધવલ બ્રહ્મભટ્ટ, તારાપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here