Home રાજ્ય આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી ….

આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી ….

155
0

ગુજરાત રાજ્યમાં હવે વરસાદની સિઝન શરુ થઇ છે. ત્યારે 24 જૂનની વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ આગમન કરી દીધું છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે હવે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ વખતે ચોમાસું પશ્ચિમ કાંઠા પરથી 8 જૂન પછી આગળ વધીને 11 જૂન સુધીમાં કર્ણાટકના ભાગે અટકી ગયું. પરંતુ બંગાળની ખાડીનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ ઊભી કરતા હવે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસાના સિઝનની શરુઆત થવાની છે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here