ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એસ.બી.આઇ સિક્યુરિટી ના સંયુક્ત ઉપક્રમે આણંદ કોમર્સ કોલેજમાં સ્કિલ ડેવલપમેન્ટના ભાગરૂપે મ્યુચ્યુઅલ ફંડ પર તાલીમ આપતા કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના પુર્ણાહતી અને સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં શ્રી દિપકકુમાર લલ્લા એમડી સીઈઓ એસ.બી.આઇ કેપિટલ માર્કેટ અને શ્રી વી. નારાયણ ઐયર ડાયરેક્ટર બી. એસ.ઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ બંને મહાનુભાવોએ આનંદ કોમર્સ કોલેજની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું
આ પ્રકારના સ્ટીલ ડેવલોપમેન્ટના કોર્સનું આયોજન કરનાર આણંદ કોમર્સ કોલેજ પ્રથમ છે તેમજ જણાવ્યું હતું કે આ કોષથી વિદ્યાર્થીઓ મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રમાં સ્વતંત્ર કારકિર્દી બનાવી સમાજ અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપશે કોલેજના પ્રિન્સિપલ ડૉ. વી. એમ. વનારે એસબીઆઇ કેપિટલ સિક્યુરિટી અને બી.એસ.ઈ. ઇન્સ્ટીટ્યુટને આ કાર્યક્રમ સ્પોન્સર કરવા બદલ આભાર માન્યો હતો.
આ સ્ટીલ ડેવલોપમેન્ટના કાર્યકમનું આયોજન તથા સંચાલન આઇ ક્યૂએસી કો-ઓર્ડીનેટર ડોક્ટર મિત્તલબેન ઠક્કરે કર્યું હતું.