આણંદ તાલુકાના હાડગુડ ગામમાં પ્રાથમિક શાળા ખાતે ISRO ના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર એવા નગીનભાઈ પ્રજાપતિ સાથે બાળકોની સાથે વાત કરી હતી. શાળાના ગણિત-વિજ્ઞાન મંડળના બાળકોને હાલમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશનમાં ISRO અને ભારત દેશને મળેલ સફળતા અને આ બંને મિશનને પૂર્ણ કરવા થયેલ જે પણ પ્રયત્નો છે. તેના ઉપર એક ચર્ચા-સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. શાળા કક્ષાએ વિજ્ઞાન શિક્ષક સંજય પટેલ અને શાળાના આચાર્ય મિતેષ મેકલીનના આયોજન અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો..
કાર્યક્રમમાં ISRO (ઇસરો) અમદાવાદ ખાતે 39 વર્ષ જેટલી સેવા આપી નિવૃત્ત થયેલા નગીનભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને ચંદ્રયાન-3 મિશન અને આદિત્ય એલ-1 મિશનની ડિજિટલ સ્માર્ટ બોર્ડમાં પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.. શાળાના બાળકોએ તમામ માહિતી ખૂબ જ રસ લઈ અને સાંભળી હતી.. ત્યારબાદ બાળકોએ બંને મિશન અંતર્ગત જે પણ માહિતી મળી તેના અનુસંધાનમાં પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની નગીનભાઈ સમક્ષ રજૂઆત કરી હતી. નગીનભાઇ દ્વારા આ બાબતે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી છે.. આમ શાળાના બાળકો અને શાળા પરીવારે આજે કંઈક નવું શિખ્યાના અને ભવિષ્યમાં એક સારા એન્જિનિયર કે સાયન્ટિસ્ટ બનવાના સંકલ્પ સાથે નગીનભાઈ પ્રજાપતિનો ખુબ ખુબ આભાર માન્યો હતો. શાળા પરિવાર દ્વારા છોડ અને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.. ભવિષ્યમાં પણ આવા સંવાદ કાર્યક્રમ પ્રત્યક્ષ કે ઓનલાઇન પણ યોજવામાં આવે અને ISRO (ઈસરો) સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાતના નિર્ધાર સાથે તમામ છુટા પડ્યા હતા.