Home આણંદ આણંદના ત્રણોલ ગામે બિનઅધિકૃત રીતે મદ્રેસા બનાવવા મામલે DDO ને આવેદનપત્ર…

આણંદના ત્રણોલ ગામે બિનઅધિકૃત રીતે મદ્રેસા બનાવવા મામલે DDO ને આવેદનપત્ર…

146
0

આણંદ જિલ્લાના ત્રણોલ ગામ ખાતે આવેલી ઈન્દીરા નગરીમાં મીલક્ત નં. ૧૧૧૨માં બિન અધિકૃત રીતે તથા વિવાદાસ્પદ રીતે મદ્રેસા બનાવવા બાબતને લઇને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

ત્રણોલ ગામ ખાતે આવેલ ઈન્દીરા નગરીમાં મિલક્ત નં. ૧૧૧૨માં ઈસ્માઈલભાઈ વ્હોરા નામના વ્યક્તિ માલીક તરીકે વસતા હતા. ઉપરોક્ત મકાન સરકારી યોજના હેઠળ ઈસ્માઈલભાઈ વ્હોરાને જેતે સમયે ફાળવવામાં આવ્યું હતું. ઈસ્માઈલભાઈ નિસંતાન હોવાથી તેમને ફાળવવામાં આવેલ મકાનની વિલ સિંકદર નામે કરી આપી હતી. જે ખરેખર કદાચીત નીયમો વિરૂદ્ધ બાબત છે. ઈસ્માઈલભાઈ વ્હોરાના મૃત્યુ બાદ બિનઅધીકૃત રીતે સિકંદરભાઈ વ્હોરાએ મકાનમાં પ્રવેશ લીધો હતો. ત્યારથી સીકંદરભાઈ વ્હોરાએ ઉપરોક્ત મકાનને મદ્રેસા વ્હોરાનામાં પરીવર્તીત કરવાના તરકટો શરૂ કર્યા હતા. ન્યાયાલયના આદેશનો ભંગ કરી દરરોજ 5 સમયે લાઉડ સ્પીકરથી અજાન વગાડવી તથા જમાતીઓને મકાનમાં એકત્રીત કરી આજુબાજુના લોકો હેરાન થાય એવી પરીસ્થીતિ ઉભી થાય છે. જેથી આસપાસ રહેતા હિંદુ સમાજના લોકોમાં આક્રોશ પ્રવતર્યો છે. જેને લઇને અટલ હિંદુ હિત રક્ષક સમીતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી આ મામલે યોગ્ય પગલાં લેવાં અપીલ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here