કચ્છ : 5 માર્ચ
સાગર પરિક્રમાનો બહોળો લાભ મેળવી લાભાર્થીઓનું જીવન ધોરણ ઉન્નત બનશે – વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા માછીમારી સાથે સંકળાયેલા સૌ અનેક લાભો મેળવશે- સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા
મત્સ્યપાલનમાં ૯૩ ટકા વધારા સાથે બજેટમાં રૂ.૮૮૦ કરોડ મંજુર – મત્સ્યોધોગ રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી
સાગર પરિક્રમાના પ્રથમ ચરણમાં કુલ ૨૧૫ લાભાર્થીઓને રૂ.૯૨.૮૨ લાખની વિવિધ સાધન સહાય અને હુકમ વિતરણ કરાયા
સાગર પરિક્રમા ગીતનું અનાવરણ કરાયું
દેશના ૮૧૧૮ કિ.મી.ના દરિયા કિનારાના નવ રાજયો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં મત્સ્યપાલન સાથે સંકળાયેલા માછીમારો, ખલાસીઓ અને સ્વતંત્ર્ય સેનાનીઓને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કૃતજ્ઞતા વ્યકત કરવા આજે માંડવી કચ્છથી સાગર પરિક્રમા-૨૦૨૨નો કેન્દ્રિય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રી મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના પરશોત્તમ રૂપાલાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, દરેક માછીમારો અને પશુપાલકો , કિસાન ક્રેડિટ કાર્ડ લોન સહાયનો લાભ લો. વડાપ્રધાનશ્રી અને સરકારે માછીમારો અને પશુપાલકોના જીવન સુધાર માટેના પ્રયત્નો કર્યા છે. ભારતમાં કિસાનોને મળતી ૦ ટકા વ્યાજે કિસાન ક્રેડિટ કાર્ડ લોન હવે રાજયમાં પણ માછીમારો પશુપાલકોને મળી રહી છે. સમયસર લોન પરત કરનારને શૂન્ય વ્યાજે મળનારી આ સહાયનું અન્ય રાજયો પણ અનુસરણ કરી રહયા છે. જેનો લાભ દેશના માછીમારો પશુપાલકોને પણ મળશે.
રૂ.૮ લાખ કરોડની સહાય હવે વર્તમાન સમયમાં રૂ.૧૬.૫૦ લાખ કરોડ હેઠળ અપાય છે. સમયસર લોન પરત કરનારને વ્યાજમુકત લોન મળશે. આ માટે વહીવટી તંત્રે બેંક અને લાભાર્થીઓ સાથે સંકલન કરી તમામને લાભ અપાવવા મંત્રીશ્રીએ સબંધિત સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રિય મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, કે.સી.સી. યોજનાનો લાભ લો, જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી તમામ સાગરખેડૂતો અને મત્સ્યપાલન સાથે સંકળાયેલ તેમને મળતી યોજનાઓ અને વિવિધ સહાયોના લાભ લેવાની જાગૃતિ કેળવાય તે આ યાત્રાનો આશય છે. માછલીમાં રહેલા પોષક તત્વો અને રોગ પ્રતિકાર શકિતમાં તેનું યોગદાન અને તેના દ્વારા ઉભી કરાતી રોજગારી બાબતે પણ આ પરિક્રમામાં જાણકારી અપાશે.
માંડવીથી મુંબઇ સુધીની દરિયાઇ સેવા ગરિમામય ભુતકાળને યાદ કરતા મંત્રીશ્રીએ માંડવી બંદરે ડ્રેજીંગ અને સંરક્ષણ વોલ બાબતે સબંધિતોને સૂચન કર્યુ હતું. આ તકે તેમણે જખૌના આવાસ પ્રશ્ને પ્રશાસકને સંવેદનાપૂર્વક કાનુની રીતે ઉકેલ લાવવા સૂચન કર્યુ હતું.
હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવશ્રી પ.પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ઋગવેદ અને યુજર્વેદમાં કહયું છે એમ શાસકપક્ષ પ્રજા કલ્યાણની ચિંતા કરી સામે ચાલી સેવા કરે છે એમ અંત્યોદયનો સરકારનો અભિગમ પ્રશંસનીય છે. સમુદ્ર મંથનની જેમ સાગર પરિક્રમાથી પણ વિપુલ રત્નો મળશે.
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે આ તકે જણાવ્યું હતું કે, “ ૯૨.૮૨ લાખની વિવિધ સહાયોનું અહીંથી વિતરણ કરાયું છે તે સૌ માછીમારોને ઉપયોગી થશે. વડાપ્રધાનશ્રીએ અંત્યોદયના વિચારવાદી પં.દિનદયાળના આદર્શ અને ક્રાંતિગુરૂશ્રી શ્યામજી કૃષ્ણવર્માની ભૂમિથી કલ્યાણકારી યોજના અમલી બનાવી રહયા છે. આ યોજનાનો બહોળો લાભ મેળવી લાભાર્થીઓનું જીવન ધોરણ ઉન્નત બનશે તે માટે સૌવતી મત્સ્યમંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાનો આભાર માનું છું.
કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં વિદેશમાં રહી ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પવિત્ર ભૂમિ પરથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મત્સ્ય પાલન મંત્રાલય દ્વારા માંડવી દરિયા દેવથી સાગર પરિક્રમા પ્રારંભ થઇ રહી છે. અતિતથી લઇ અદના સુધી દરેક માટે સર્વાંગી વિકાસના લક્ષ્યને લઇ કાર્ય કરતી સરકારે માછીમારોના કલ્યાણ માટે પ્રારંભ આ પરિક્રમાથી માછીમારો અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા તકનીકી સાથે માછીમારી સાથે સંકળાયેલા સૌ અનેક લાભો મેળવશે. માંડવીનો ઈતિહાસ આઝાદી અને દરિયાખેડૂઓ સાથે સંકળાયેલો છે. આ પરિક્રમાથી વિશ્વ ફલક પર માછીમારોના ઉત્થાનને ઉજાગર કરવામાં સહાય મળશે.
મત્સ્યોધોગ કલ્પસર (સ્વતંત્ર હવાલો) રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ આ તકે જણાવ્યું હતું કે, પોરબંદર બાપુની જન્મભૂમિ ખાતે સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ સમાપ્ત કરાશે. કચ્છ જિલ્લાના ૪૦૫ કિ.મી. લાંબા દરિયાકિનારે માછીમારી પર નભતા માછીમારો તેમજ આ ધંધા સાથે સંકળાયેલા તમામ માટે ફિશરીસમાં ૯૩ ટકાના વધારા સાથે કેન્દ્ર સરકારના બજેટમાં રૂ.૮૮૦ કરોડ મંજુર કર્યા છે. ભારત અને રાજય સરકારે વિશેષ તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ માછીમારોને સાગરખેડૂઓ નામ આપી તેમની કલ્યાણકારી યોજનાઓ આરંભ કર્યો છે. સરકાર દ્વારા મત્સ્યાજીવીકા વધારવા, માછલીમાંથી ન્યુટ્રીશીયનનું પોષણ બાબતે જાગૃતિ, ઉત્પાદક ક્ષમતા વધારવાની સાથે બંદરોના વિકાસ સાથે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ અપાશે. કાંઠા વિસ્તારમાં ૧૦ લાખ માછીમારો છે. નાના-મોટા બંદરો છે તેના વિકાસ અને સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાગર ખેડૂઓને માટે હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ કરી છે. માછીમારોની સમસ્યાઓને સુપેરે ઝડપથી નિકાલ કરવાનો આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિતોને આશ્વાસન આપ્યું હતું.
માછીમાર ઉધોગ સાહસિક જગદીશભાઇ ફોફંડીએ આ તકે જણાવ્યું હતું કે, સરકારની નીતિ, શિક્ષણનો સમન્વય સમાજ સાથે મારૂ જીવન સંકળાયેલું છે. દીપમાલા પ્રોજેકટના સી.ઈ.ઓ અને MBA હું ૯ હજાર કરોડની ૫૫ હજાર કરોડના વિકાસે આપણે પહોંચ્યા છે. માછીમારી તકફની સંવેદના સબસીડી અને સરકારની નીતિ સાથે વિકાસકારોને મળતો નફો માછીમારોને લાભ મળે છે તેનું જાગતું ઉદાહરણ હું છું. માછીમારોને વધુમાં વધુ સરકારી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. તેમજ વેલજીભાઇ મછાણીએ પોતાના પોતાના પ્રતિભાવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, દરેકે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાનો લાભ લેવો જોઇએ.
મત્સ્ય પાલન વિભાગના સંયુકત સચિવશ્રી જે.બાલાજીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, માછીમારો સાથે સીધા સંવાદ માટેની સાગર પરિક્રમા કાર્યક્રમની પરિકલ્પનાના માધ્યમથી માછીમારોના જીવન સુધી પહોંચવાની આ પરિક્રમા માંડવી કચ્છથી પ્રારંભ એ પં.શ્યામજી કૃષ્ણવર્માને અમારી શ્રધ્ધાંજલિ છે અને તેનું સમાપન મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે સમાપન થશે.
ભારત સરકારના મત્સ્યપાલનના સચિવશ્રી જે.એન.સ્વેને કાર્યક્રમનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્યસેનાની માંડવીના વતની પં.શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિથી પ્રારંભ ભારત સરકાર દ્વારા આયોજીત સાગર પરિક્રમા માછીમારી અને આ સાથે સંકળાયેલ તમામ લોકોના સંપર્કથી ભવિષ્યની પેઢીને દેશના બંદરો અને દરિયા સાથે સંકળાયેલી બાબતોથી અવગત કરવાનો પ્રયાસ છે.
ઉપસ્થિત મહાનુભાવોએ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ કુંભને પુષ્પાજંલિ અર્પણ કરી હતી તેમજ ઈન્ડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
આ તકે કચ્છના જનપ્રતિનિધિ સર્વેશ્રીઓએ કૃષિ પશુપાલન અને ડેરી મંત્રીશ્રી રાધવજી પટેલનું રાજય સરકારના બજેટમાં કચ્છ જિલ્લામાં વેટરનરી કોલેજ માટે બજેટમાં રૂ.૫ કરોડની ફાળવણી કરવા બદલ સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો.
આ તકે મંતસ્ય મહાનુભાવો દ્વારા મત્સ્ય ઉદ્યોગ યોજના ૨૦૨૧-૨૨ અંતર્ગત રૂ.૯૨.૮૨ લાખની કુલ ૨૧૫ લાભાર્થીઓને ગીલનેટ ખરીદી પર સહાય, રેફ્રિજરેટર વાન ખરીદી પર સહાય, ખાસ અંગભુત યોજના તળે મત્સ્યોદ્યોગની તાલીમ સહાય, પૉલી પ્રોપલિન રોપ ખરીદી ઉપર સહાય, પગડીયા સહાય, ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ તાલિમ સહાય યોજના તળે સહાય ના હુકમપત્રો આપવામા આવ્યા હતા.