Home રાજ્ય અંબાલાલ પટેલે કરી આગાહી … રાજ્યમાં આ દિવસે પડશે ધોધમાર વરસાદ …

અંબાલાલ પટેલે કરી આગાહી … રાજ્યમાં આ દિવસે પડશે ધોધમાર વરસાદ …

149
0

બિપોરજોય વાવાઝોડાની અસર હવે શાંત પડી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઇ આગાહી કરી છે કે ગુજરાતમાં જૂન મહિનામાં ધોધમાર વરસાદ ખાબકશે. જેના લીધે નદી , નાળાં છલકાઇ જશે.

અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું કે ગણતરીના દિવસોમાં ચોમાસાની સિઝન શરુ થઇ શકે છે. 27 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં મેઘરાજા આગમન કરશે તેવી શક્યતા છે અને શરુઆતમાં સારો વરસાદ પડી શકે છે. જ્યાં જૂલાઇ માસના પ્રારંભમાં કચ્છ-સૌરાષ્ટ્રથી લઇ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી નર્મદા થી તાપી નદીના જળસ્તરમાં વધારો થઇ શકે છે. ત્યારે જૂન મહિનામાં જ ભારે વરસાદના કારણે નદી , નાળાં છલકાશે અને જળાશયોમાં નવા નીર આવશે. વધુમાં જણાવ્યું કે ઓગષ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ શકે છે. જોકે ચોમાસું સારુ રહેશે અને ખેડૂતો માટે લાભદાયી નિવડશે. ત્યારે ચાલુ વર્ષે વંટોળ , આંધી સાથે વિજળીના કડાકા થશે. જેમાં નવરાત્રિ થી લઇ દિવાળીના સમયે આંધી સાથે વંટોળ આવી શકે છે. ત્યારે ખેડૂતો પહેલા વરસાદમાં જ વાવણી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here