અંબાજી : 22 માર્ચ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી એપ્રિલ માસ ની તા.૮ થી ૧૦ તારીખે ૩ દિવસ નો ગબ્બર ૫૧ શકિતપીઠ પરિક્રમા નો ત્રી – દિવસીય કાર્યક્રમ મોટા પાટે ઉજવવામાં આવનાર છે ત્યારે હાલ માં ગબ્બર ખાતે કાર્યક્રમ માટે તડામાર માટે તૈયારીઓ ચાલી રહી છે અને ત્રણ દિવસ ના આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાત રાજ્ય માંથી મોટા પ્રમાણ માં માઈ ભક્તો ના આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે અને મોટા પ્રમાણ માં ભક્તો ની ભીડ ગબ્બર ૫૧ શકિતપીઠ અને તળેટી વિસ્તાર માં ભેગી થવાની હોવાથી લોકો ને અગવડતા ના પડે તેથી મોટા પ્રમાણ માં કરાયેલ દબાણો , દુકાનો, કરી ગલ્લા વાડાઓ ને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેમાં અંબાજી પોલીસ સ્ટાફ, મામલતદાર શ્રી દાંતા, અંબાજી મંદિર સ્ટાફ, પી.ડબલ્યુ. ડી અને વન વિભાગ ના અધિકારીઓ, સ્ટાફ એ હાજર રહી દબાણ દૂર કરવાની કામગીરી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી અહી જાહેર માર્ગ પર ઊભું કરાયેલ દબાણ યાત્રિકો અને વાહનો ને અવરોધરૂપ બનતું હતું જેના લીધે તહેવાર ના દિવસો માં યાત્રિકો ને તકલીફ પડતી હતી જે હવે દૂર થશે.