Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના વકીલ મંડળે સૂરત પર વકીલ પર થયેલા હિચકારા હુમલો બાબતે કલેક્ટરને...

સુરેન્દ્રનગરના વકીલ મંડળે સૂરત પર વકીલ પર થયેલા હિચકારા હુમલો બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કર્યો

167
0

સુરેન્દ્રનગર: 25 ઓગસ્ટ


– સુરેન્દ્રનગર વકીલ એશોશિયેશને આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી આ કેસની તટસ્થ તપાસ કરી ન્યાયની માંગણી કરાઇ

સુરતના વકીલ ઉપર તાજેતરમાં હિચકારા હુમલાનો બનાવ બન્યો છે. ત્યારે આ બનાવના પડઘા ઝાલાવાડમાં પણ પડ્યાં છે. સુરેન્દ્રનગર વકીલ મંડળના સભ્યોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેમાં આ કેસની તટસ્થ તપાસ કરી ન્યાયની માંગણી કરાઈ છે. સુરતના વકીલ મેહુલ બોઘરા પર તાજેતરમાં હીચકારા હુમલાનો બનાવ બન્યો છે.

આ હુમલાના કેસની તટસ્થ તપાસ થાય તેવી માંગ

જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, રવીન્દ્રસિંહ ચુડાસમા, દિગ્વીજયસિંહ ચુડાસમા, ગૌરાંગભાઈ પુરોહીત, જગદીશભાઈ મીર, દેવેન્દ્રસિંહ રાણા સહિતનાઓએ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મેહુલ બોઘરા પર થયેલા હુમલો ન્યાયીક પ્રક્રીયા પર હુમલો ગણાવાયો છે. આ ઉપરાંત તેમની સામે ખોટી ફરીયાદ દાખલ કરાઈ છે. આથી આ હુમલાના કેસની તટસ્થ તપાસ થાય અને વકીલને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here