વેરાવળ : 7 માર્ચ
નવનિયુક્ત હોદેદારોએ પ્રાથમીક શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સક્રીય ભુમિકા ભજવવાની ખાત્રી આપી.
વેરાવળ તાલુકા પે.સેન્ટર શાળા-1 ખાતે વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના નવા હોદેદારોની વરણી માટે એક બેઠક ભીખાભાઇ બાકુના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં HTAT જિલ્લા સંઘના પ્રમુખ હરેશભાઇ પંપાણીયા તથા તાલુકા ઘટક સંઘ ના તમામ ડેલીકેટ શિક્ષક સભ્યો અને પે.સે.શાળાના આચાર્ય સહિતના હાજર રહેલ હતા. બેઠકમાં તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘના વર્તમાન હોદેદારોની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુલ પ્રાથમીક શિક્ષક ઘટક સંઘ વેરાવળના પ્રમુખ તરીકે બીપીનભાઈ સોલંકી (ચાંડુવાવ) અને મહામંત્રી તરીકે લક્ષમણભાઈ પરમારના નામની દરખાસ્ત થયેલ જેની સામે અન્ય કોઈએ દાવેદારી ન કરતા બંન્નેની સંઘના હોદેદારો તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેને બેઠકમાં હાજર સૌ શિક્ષક સભ્યોએ આવકારી નવા હોદેદારોના હારતોરા કર્યા હતા.
આ તકે નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીપીનભાઈ સોલંકીએ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સક્રીય ભુમિકા ભજવી કામગીરી કરવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા ભીખાભાઇ બાકુએ અને પ્રાસંગિક પ્રવચન ગોહેલ સાહેબ તથા આભાર વિધિ અનિલભાઈ પંપાણીયા દ્વારા કરવામાં આવેલ હતી. જ્યારે બેઠકમાં સંઘના પૂર્વ પ્રમુખ જેશાભાઈ સોલંકી, રામભાઈ બારડ, રાજસીભાઈ સોલંકી અને મુળુભાઈ છાત્રોડિયા સહિત મોટી સંખ્યામાં વેરાવળ તાલુકાના શિક્ષકોએ હાજરી આપી હતી.