Home મોરબી મોરબી તાલુકામાંથી બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપી લેતી હળવદ પોલીસ

મોરબી તાલુકામાંથી બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપી લેતી હળવદ પોલીસ

301
0

હળવદ: 17 ડિસેમ્બર


હળવદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઢવાણા નજીકથી ચોરાવ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા આ શખ્સે મોરબી તાલુકા વિસ્તારમાંથી બાઈક ચોર્યાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી વાહનચોરને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ ઢવાણા ગામના પાટીયા ખાતે વોચમાં હતી ત્યારે ધ્રાંગધ્રાથી હળવદ તરફ શંકાસ્પરદ રીતે પસાર થતા અક્ષયભાઈ રાજેશભાઈ કોપેણીયા, રહે. જી.આઈ.ડી.સી. હળવદ વાળાને અટકાવી પૂછપરછ કરતા બાઈકના કાગળો બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા નાઓએ પોકેટ કોપના માધ્યમથી ચેચીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરતા આ બાઈક બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા આરોપીની સઘન પુછપરછ કરતા આ બાઈક આરોપીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી ચોરીનું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી હળવદ પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા કમલેશભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.

અહેવાલ : બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here