Home આણંદ “મહિલા સન્માન સેવિંગ સર્ટિફીકેટ” યોજના દીકરીઓ અને સ્ત્રીઓનું ગૌરવ સર્ટિફીકેટ

“મહિલા સન્માન સેવિંગ સર્ટિફીકેટ” યોજના દીકરીઓ અને સ્ત્રીઓનું ગૌરવ સર્ટિફીકેટ

172
0

ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત, દરેક દીકરી અને સ્રી પગભર બને અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરે તે હેતું થી “મહિલા સન્માન સેવિંગ સર્ટિફીકેટ” યોજના તારીખ 1 અપ્રિલ 2023થી અમલમાં લાવવામાં આવી છે. “મહિલા સન્માન સેવિંગ સર્ટિફીકેટ” યોજનામાં વ્યક્તિગત નામથી દીકરી અથવા મહિલા ઓછામાં ઓછા રૂપિયા 100 અને 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ રોકાણ મર્યાદા વ્યક્તિગત રૂા. 2,00,000/- છે. ઉલ્લેખનીય છે કે, યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર વાર્ષિક દરે 7.5 ટકાના દરે વ્યાજ મળશે. વ્યાજ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ લેખે આપવામાં આવશે. ડીવીઝનની તમામ હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસમાં કાર્યરત કરવામાં આવેલું છે. ખંભાત અને કઠલાલ પોસ્ટ ઓફિસમાં યોજના અંતર્ગત સર્ટિફીકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here