પંજાબમાં ગેરકાયદેસર બંદૂક મોડ્યુલનો પર્દાફાશ: પંજાબમાં પોલીસે આંતરરાજ્ય ગેરકાયદેસર બંદૂક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 17 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ વડાએ રવિવારે આ જાણકારી આપી.
પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે ચંદીગઢમાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 18 હથિયારો, 66 કારતુસ અને 1.10 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, જલંધર કમિશનરેટ પોલીસે 2 અઠવાડિયાના ઓપરેશન પછી આંતર-રાજ્ય ગેરકાયદેસર બંદૂક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જેમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 18 હથિયારો, 66 કારતુસ અને 1.1 કિલો હેરોઈન મળી આવ્યા હતા.
પંજાબ પોલીસ વડાએ કહ્યું કે તેઓ પંજાબના જિલ્લાઓમાં અનેક જઘન્ય અપરાધો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેઓ પંજાબ અને હરિયાણામાં ગેંગને લોજિસ્ટિક્સ સપોર્ટ અને હથિયારો પણ પૂરા પાડતા હતા.