Home અમદાવાદ ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ! ગુજરાતના લઘુમતી...

ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ! ગુજરાતના લઘુમતી સમુદાય દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા….

118
0

હજ કમિટી ઓફ ઈન્ડિયા મારફતે દર વર્ષે હાજીઓને હજ પઢવા લઈ જવાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ  હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાંથી 1,75,000 જેટલા હાજીઓને હજયાત્રા ઉપર લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હજ્જયાત્રા માટે ગુજરાતમાંથી પણ લકી ડ્રો મારફતે આશરે 10,000 જેટલા હાજીઓની પસંદગી કરવામાં આવી છે.

 

વર્ષ 2023 ની પોલિસીમાં ગયા વર્ષ સુધી જે હાજીઓ હજ પઢવા જતાં હતા તેમને તેમના દ્વારા ભરવામાં આવેલી રકમમાંથી હજ કમિટી ઓફ ઈન્ડિયા તરફથી 2100 સાઉદી રીયાલ જેદ્દાહ અથવા મદીના શરીફમાં ચૂકવવામાં આવતા હતા. જેથી તેઓ હજ દરમ્યાન ખાવા-પીવાની જરૂરિયાતો પૂર્ણ કરી શકતા હતા. પરંતુ આ વર્ષે 2100 સાઉદી રીયાલ ચૂકવવાનું બંધ કરવામાં આવ્યા છે. વર્ષ-2023 માં હજ્જયાત્રા માટે દેશમાંથી જનાર હજયાત્રીઓ સાથે રાજયવાર ખર્ચમાં ફેર કરવામાં આવી રહ્યો છે.  જે અંગે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના અંતર અને તેનું ભાડું નક્કી કરવામાં આવેલ છે.

 

1.એરપોર્ટનું નામ : અમદાવાદ

એરપોર્ટનું નામ : જેદ્દાહ

અંતર : 3430 કિલોમીટર

ભાડું : 3,72,824 રૂપિયા

 

2.એરપોર્ટનું નામ : બેંગ્લોર

એરપોર્ટનું નામ : જેદ્દાહ

અંતર : 4173 કિલોમીટર

ભાડું : 3,03,921 રૂપિયા

 

3.એરપોર્ટનું નામ : હૈદરાબાદ

એરપોર્ટનું નામ : જેદ્દાહ

અંતર : 4132 કિલોમીટર

ભાડું : 3,05,173રૂપિયા

 

4.એરપોર્ટનું નામ : મુંબઇ

એરપોર્ટનું નામ : જેદ્દાહ

અંતર : 3515 કિલોમીટર

ભાડું : 3,04,893 રૂપિયા

 

ઉપરોક્ત ચારેય ઇમ્બારેકશન પોઈન્ટ ( એરપોર્ટ)  થી ઓછું અંતર હોવા છ્તાં ગુજરાત રાજ્યમાંથી હજ્જ યાત્રાએ જઇ રહેલ હાજીઓ પાસેથી અંદાજે 68000 થી 70000 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે.  અગાઉ આ તફાવત 02 થી 05 હજાર રૂપિયાનો જ હતો. જેને લઈને હજ યાત્રીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

અગાઉ એડવોકેટ શમશાદખાન પઠાણ તથા ગુજરાતમાંથી હજ્જયાત્રાએ જઈ રહેલા હાજીઓ દ્વારા હજ્જ કમિટી ઓફ ઈન્ડિયાને ગુજરાત હજ કમિટી મારફતે કેટલીક માંગણીઓને લઈને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાંની મુખ્ય માંગણીઓમાં …

  1. ઉપરોક્ત ઇમ્બારેકશન પોઈન્ટ ઉપરથી હાજીઓને લઈ જવા માટે સાઉદી એયરલાઇન્સ અથવા વિસ્તારા એયરલાઇન્સ કંપનીના વિમાનથી હાજિયોને હજ્જ ઉપર આવવા- જવા માટે વ્યવસ્થા કરવામાં આવે.
  2. દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓને 2100 સાઉદી રીયાલ ચૂકવવામાં આવે.
  3. ભારત દેશમાંથી હજ્જયાત્રા માટે જતાં તમામ યાત્રીઓ માટે એક સમાન રકમ નક્કી કરવામાં આવે અથવા અમદાવાદથી જતાં હાજીઓ પાસેથી મુંબઈ, બેંગલોર અથવા હૈદરાબાદ જેટલી રકમ લેવામાં આવે.

આ મુદ્દે ગુજરાતના લઘુમતી સમુદાય દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેમણે ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ કરી હતી. તેમનું કહેવું છે કે મુંબઈથી હજ યાત્રા કરવા જતાં હાજીઓ કરતા ગુજરાતના હાજીઓએ 68 હજાર રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે.  આ અરજીમાં ભારત સરકારના લઘુમતી મંત્રાલય, હજ કમિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારને પ્રતિવાદી પક્ષ બનાવવામાં આવ્યા હતા.અરજદારોએ કોર્ટને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સરક્યુલરને ગેરબંધારણીય, ગેરકાયદે અને ભેદભાવ પૂર્ણ જણાવી રદ્દ કરવા માંગણી કરી હતી.

 

જ્યારે આજની સુનવણીમાં ગુજરાત હાઈકોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, કેન્દ્રીય હજ સમિતિ અને ગુજરાત રાજ્ય હજ સમિતિને ગુજરાતના હાજીઓ પાસેથી વધુ પૈસા કેમ લેવામાં આવે છે ? તે અંગે ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે. ઉપરાંત આ વર્ષે હાજીઓને 2100 સાઉદી રિયાલ કેમ નથી આપવામાં આવી રહ્યા ? તેવો પ્રશ્ન પણ હાઇકોર્ટે કર્યો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 જૂને થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here