બિપરજોય વાવાઝોડાને પગલે ખોડલધામ ટ્રસ્ટ સંકટ વચ્ચે સાંકળ બની આગળ આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા 8 જિલ્લામાં ફૂડ પેકેટ બનાવવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે. ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે સજ્જ છે. પ્રથમ તબક્કામાં 15 હજારથી વધુ ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવશે. જિલ્લા તંત્રની સૂચના મુજબ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
રાજકોટ ખોડલધામ સમિતિ સહિત અન્ય જિલ્લાની સમિતિ પણ ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. 700થી વધુ ખોડલધામના સ્વયંમસેવકો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. વાવાઝોડું અસર કરતા વિસ્તારોમાં ખોડલધામ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ, મોરબીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટે ઉભા કંટ્રોલ રૂમમાં ફોન આવે એટલે કંટ્રોલ રૂમના સ્વયંસેવકો તંત્ર સુધી જાણ કરે અને ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડે છે. આ સાથે જ વાવાઝોડાને ધ્યાનમાં રાખી ખોડલધામે રાહત રસોડુ શરૂ કર્યું છે. જેથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખોડલધામ ફૂડ પેકેટ્સ પહોંચાડી શકે.
અત્યારે રાજકોટ, જામનગર, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની સૂચના મુજબ અત્યારે રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે પ્રથમ તબક્કામાં કુલ 15,000 ફૂડ પેકેટ તૈયાર કરાયા છે.જ્યારે 1 લાખ ફુડ પેકેટ બનાવવા માટેની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. ફૂડ પેકેટ તૈયાર કરવામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે.આમ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારોમાં ફુડ પેકેટ પહોંચાડવામાં આવશે અને જરૂર પડશે તો મદદ માટેની ટીમ પણ જે તે સ્થળ પર મોકલી દેવામાં આવશે.
રાજકોટ ખોડલધામ સમિતિ સહિત અન્ય જિલ્લાની સમિતિ પણ ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. 700થી વધુ ખોડલધામના સ્વયંમસેવકો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. વાવાઝોડું અસર કરતા વિસ્તારોમાં ખોડલધામ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ, મોરબીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
ખોડલધામ ટ્રસ્ટે ઉભા કંટ્રોલ રૂમમાં ફોન આવે એટલે કંટ્રોલ રૂમના સ્વયંસેવકો તંત્ર સુધી જાણ કરે અને ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડે છે. આ સાથે જ વાવાઝોડાને ધ્યાનમાં રાખી ખોડલધામે રાહત રસોડુ શરૂ કર્યું છે. જેથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખોડલધામ ફૂડ પેકેટ્સ પહોંચાડી શકે.





















