Home આણંદ પેટલાદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પેટલાદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

176
0

પેટલાદ: 28 ડિસેમ્બર


પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં તા. 28 ડિસેમ્બર 2022 ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. વિમલ જોષીના માર્ગદર્શન હેઠળ CWDC અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ ડૉ. આર.ટી.જસરાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.

કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, પેટલાદના સ્નેહલબેન અને નેન્સીબેન સાથે આણંદના ફાલ્ગુનીબેન, પેટલાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.આઇ. નાકીય, જિલ્લા કાનૂની સેવા એડવોકેટશ્રી નીલભાઇ શાહ, આણંદ આંતરિક ફરિયાદ સમિતિના અધ્યક્ષ આશાબેન દલાલ વગેરેએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને મહિલા જાગૃતિ અંગે વાકેફ કર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના CWDCના કન્વિનર ડૉ.એસ.જી.ગજ્જર અને રિકિતા અમીને કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : રિકીન શાહ પેટલાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here