Home કચ્છ જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ધોરડો તેમજ ધોળાવીરામાં...

જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ધોરડો તેમજ ધોળાવીરામાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરી

165
0

કચ્છ: 26 જાન્યુઆરી


આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે ધોરડો અને ધોળાવીરામાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.
આ મુલાકાતમાં તેમણે ભુજ – ખાવડા તથા ધોળાવીરા માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. આ સાથે ભુજ શહેર તથા ટેન્ટ સિટી ખાતે સ્વચ્છતા, પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા, પોલીસ બંદોબસ્ત તેમજ સભ્યો સંબંધિત અન્ય સુવિધાઓ મુદે કલેકટરશ્રી દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સંબંધિત વિભાગોને સુચન કર્યા હતા.
ધોળાવીરા ખાતે વિવિધ એજન્સી, પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે જી-૨૦ બેઠક અંગે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડીશ્રી આલોક પાંડે તથા અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ સાથે રહ્યા હતા

ઉલ્લેખનીય એ છે કે આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે ત્યારે

વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.

આ મુલાકાત અતિ મહત્વની બની રહેશે,એક બીજા દેશો પોતાની વ્યવસ્થા,આપ લે કરશે,સાથે સાથે જે વિકાસ થયો છે તેને લઈને મહત્વની ચર્ચાઓ કરશે

આ સાથે કેન્દ્રના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે,આ મહત્વની તૈયારીઓને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર હાલ ખડેપગે તૈયારીમાં વ્યસ્ત નજરે પડે છે
કોઈ કચાસ ન રહે તે માટે તમામ દયાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,આવનારા દિવસોમાં અન્ય અધિકારીઓની ટિમ મુલાકાતે આવશે
કચ્છની સારી છાપ લઈને જાય તે માટે તંત્ર પણ કોઈ ક્ષતિ રાખવા માંગતું નથી

અહેવાલ : કૌશિક છાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here