ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દરેક જિલ્લામાં વરસાદે માઝા મુકી હતી. ત્યારે હવે રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે. આખરે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા ફરી પધરામણી કરી દીધી છે. અત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદે દસ્તક આપી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સપ્ટેમ્બર મહિનામાં એક-બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બંગાળથી પશ્ચિમ તરફ જે સિસ્ટમ આવી હતી તેના કારણે ગુજરાત સહિત દેશભમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. જોકે, સિસ્ટમ વિખેરાઈ ગયા બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવ્યું છે. ગુજરાતમાં 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 9મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, આ જિલ્લામાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે.
ત્યારે હવામાન વિભાગના અનુસાર આગામી 10 સપ્ટેમ્બર બાદ 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધી ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 9મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, આ જિલ્લામાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે.