Home કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર હાઈવે સ્થિત પેટ્રોલ પંપ પર રવિવારે સાંજે ઘાતક હથિયારોથી...

કાલોલ તાલુકાના વેજલપુર હાઈવે સ્થિત પેટ્રોલ પંપ પર રવિવારે સાંજે ઘાતક હથિયારોથી ખુની ખેલ ખેલાયો

215
0

કાલોલ : 10 જાન્યુઆરી


એક સાથે સાત ઈસમોએ હુમલો કરતા લોહીલુહાણ બનેલા બેઢિયાના યુવકનું સારવારને અંતે મોત

કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા એક પેટ્રોલપંપ પર રવિવારે સાંજે સાત ઈસમોએ ઘાતક હથિયારો વડે ત્રણ યુવકો પર હુમલો કરતા ત્રણેય યુવકોએ જીવ બચાવવા માટે નાસભાગ કરી હતી પરંતુ નાશભાગ દરમ્યાન પેટ્રોલપંપની ઓફિસમાં સંતાયેલા એક યુવક હાથમાં આવી જતાં તેને ઢસેડી લાવીને ઘાતક હથિયારોથી માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા ગંભીર ઇજાગ્રસ્ત બનેલા યુવકને ગોધરા, વડોદરા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છતાં સારવારને અંતે ઇજાગ્રસ્ત બનેલા યુવકનું કરુણ મોત નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગતો અનુસાર કાલોલ તાલુકાના બેઢિયા પંચાયતના ગુલાબસિંહની મુવાડી ગામના નરેન્દ્ર ચૌહાણ, રણવીર ચૌહાણ અને વનરાજ ચૌહાણ એમ ત્રણેય મિત્રો રવિવારે રાત્રે મોટરસાયકલ તેમના કોઈ સગાને ત્યાંથી પરત ફરીને રાત્રે સાડા દશ-અગિયારના સુમારે વેજલપુરના ખરસલીયા રોડ પર સ્થિત પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવીને ત્રણેય પેટ્રોલપંપથી નીકળતા હતા તે વખતે તેમનો કોઈ મિત્ર તેની ફોર વ્હીલ ગાડી લઈ ત્યાં ઉભો હોય તેની સાથે વાતચીત કરતા હતા તે દરમ્યાન અંદાજે સવા અગીયારેક વાગ્યાની આસપાસ વેજલપુર ધારા હોટલ ચલાવતો પ્રકાશ ઉર્ફે ભયલું ગણપતસિહ પટેલ તથા શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકી (રહે. ખરસાલીયા) આ બન્ને ઈસમોએ આવીને બોલાચાલી કરતા બોલાચાલી થઈ હતી.

એ સમયે શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકીના હાથમાં ભાલો લઈને મિત્રની ફોર વ્હીલ ગાડી ઉપર ઉગમતો હતો તેવામાં જ જયદિપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ, દશરથસિંહ ઉર્ફે કારો હિમ્મતસિંહ ચૌહાણ, દિલીપભાઈ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણ, રાજેશભાઈ ઉર્ફે મઘડો કાળુભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ ઉર્ફે દિપો હિમ્મતસિંહ ચૌહાણનાઓ સૌ ભેગા થઈને હાથમાં વાંસી (ધારીયું), લોખંડનો હથોળો જેવા ઘાતક હથિયારો સાથે ઘટના સ્થળે દોડી આવી ગાળો બોલી મારી નાખો સાલાઓને તેવી બુમો પાડતા એકદમ દોડીને આવતા હથિયારો જોઈને ત્રણેય મિત્રો મારથી બચવા માટે છુટા છવાયા ભાગ્યા હતા, જે પૈકી રણવીરસિંહ કલ્યાણસિંહ ચૌહાણ નામનો‌ મિત્ર ત્યાં સી.એન.જી.પેટ્રોલપ૫ની ઓફીસમાં સંતાઇ ગયો હતો જ્યારે નરેન્દ્ર અને વનરાજ સી.એન.જી.પેટ્રોલપંપની બાજુમાં આવેલી દુકાનો પાછળના અંધારામાં સંતાઈ રહેલા. તે સમયે જયદિપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણના હાથમાં વાંસી, દશરથસિંહ ઉર્ફે કારો હિમ્મતસિંહ ચૌહાણના હાથમા વાંસી, દિલીપભાઈ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણના હાથમાં મોટો હથોડો (૪) રાજેશભાઈ ઉર્ફે મઘડો કાળુભાઈ ચૌહાણના હાથમાં વાંસી, હાર્દિકભાઈ ઉર્ફે દિપો હિમ્મતસિંહ ચૌહાણના હાથમાં વાંસી હોય આ પાંચેય જણા હથીયારો સાથે સી.એન.જી પેટ્રોલપંપની ઓફીસમાં ઘુસીને અંદર સંતાયેલા રણવીર ચૌહાણને આ પાંચેય જણાઓએ ઢસેડીને ઓફીસમાંથી બહાર કાઢી તેમના હથીયારો વડે તુટી પડયા હતા અને આ પાંચેય જણા ભેગા થઈ ઉપરાછાપરી તેમની પાસેના હથીયારો વડે આખા શરીરે જેમ ફાવે તેમ હથીયારોથી મારી રહ્યા હતા.

જ્યારે પ્રકાશ ઉર્ફે ભયલું ગણપતભાઈ પટેલ તથા શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકી આ બન્ને હાથમાં ભાલો લઈ દુર ઉભા રહી ગાળો બોલી મારો સાલાને તેવી બુમો પાડતા હતા. એ સમયે પેટ્રોલપંપ પર કામ કરતા માણસો તેમજ અન્ય માણસો આવી જતા બધા લોકોએ રણવીરને મારમાંથી છોડાવ્યો હતો. જે પછી તમામ હથિયારો લઈને અંધારામાં સંતાઇ ગયેલાઓને શોધી રહ્યા હોવાથી બન્ને જણા દુર ભાગી ગયા હતા.

ઘટના સ્થળેથી ભાગી ગયેલા મિત્રોને પછી મોડી રાત્રે જાણવા મળેલ કે ઇજાગ્રસ્ત બનેલા તેમના મિત્ર રણવીરને લોહીલુહાણ હાલતમાં અને માથામાં સખત ઈજાઓને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગોધરા સિવીલ હોસ્પિટલમાં અને રાત્રીના સમયે જ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના અંગે ઘટનાના સાક્ષી એવા ફરિયાદી મિત્ર નરેન્દ્ર ચૌહાણે દાખલ કરેલી ફરિયાદને આધારે વેજલપુર પોલીસે ૧) જયદિપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ, ૨) દશરથસિંહ ઉર્ફે કારો હિમ્મતસિંહ ચૌહાણ, ૩) દિલીપભાઈ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણ ૪) રાજેશભાઈ ઉર્ફે મઘડો કાળુભાઈ ચૌહાણ (ચારેય રહે. ગુલાબસિંહની મુવાડી, ગામ. બેઢીયા) ૫) હાર્દિકભાઈ ઉર્ફે દિપો હિમ્મતસિંહ ચૌહાણ (રહે. એડ્રેસ નથી) ૬) પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપત પટેલ (રહે. નાયક સોસાયટી, વેજલપુર) ૭) શૈલેષભાઈ પ્રતાપભાઈ સોલંકી (રહે. ખરસલીયા) સાતેય આરોપીઓ વિરુદ્ધ ઘાતક હથિયારોથી હુમલો કરી મારામારી કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવા સહિતની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Box: ૧) જોકે વેજલપુર પેટ્રોલપંપ પર ઘાતક હથિયારોથી થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રણવીર કલ્યાણસિંહ ચૌહાણ (રહે. ગુલાબસિંહની મુવાડી)નું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારને અંતે છેવટે સોમવારે બપોરના સુમારે મોત નિપજતા અપરણિત યુવકના પરિવારજનોમાં‌ ભારે શોક અને ખળભળાટ મચી ગયો હતો. જેથી હુમલાનો ‌ભોગ બનેલા યુવકના મોતને પગલે વેજલપુર પોલીસે ફરિયાદમાં ૩૦૨ મુજબની મોતના ગુના હેઠળની કલમ દાખલ કરીને‌ પેટ્રોલપંપ સહિત ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસને‌ આધારે તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Box: 2) વેજલપુર બેઢિયા વિસ્તારમાં હડકંપ મચાવતી આ ઘટના અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી એકાદ વર્ષ પહેલા ભોગ ‌બનનાર રણવીર ચૌહાણનો આરોપી જયદિપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણની પત્ની સાથે પ્રેમસબંધ ધરાવતો‌ હોવાને કારણે આરોપી જયદીપ ચૌહાણની પત્ની દ્વારા રણવીર ચૌહાણ અને તેના સાગરીતો વિરુદ્ધ બળાત્કારની ફરીયાદ મુજબનો ગુન્હો દાખલ કર્યો હતો જે કેસ હાલ કોર્ટમાં ચાલી પણ રહ્યો છે તદ્ઉપરાંત અન્ય એક મારામારીનો‌ કેસ પણ ચાલી રહ્યો હતો તેથી જુની અદાવતને પગલે ઉપરોક્ત ઘટના મુજબ‌ સાત આરોપીઓએ હુમલો કરીને રણવીર ચૌહાણને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here