કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ પોલીસ સ્ટેશનમાં માતાએ પોતાના સગા પુત્ર વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા શકુબેન પરમાર તેમના પતિ સાથે મલાવ રહે છે જ્યારે તેમના બે સંતાનો પૈકીનો પુત્ર જયેશ પરમાર તેની પત્ની સાથે અલગથી કાલોલ ખાતે રહે છે જે મધ્યે તાજેતરમાં પુત્ર જયેશ પરમારે સોમવારે મલાવ ગામે રહેતી માતા પાસે પહોંચીને મોટરસાયકલ માંગણી હતી પરંતુ માતાએ પુત્રને પોતાની મોટરસાયકલ આપવાની ના પાડી દીધી હતી જે પછી મોબાઇલ માગ્યો હતો તો મોબાઈલ પણ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ માતાનો મોબાઇલ છીનવીને મોબાઇલ માતાને ફટકારી દીધો હતો તદ્ઉપરાંત આવેશમાં આવીને માતા સાથે ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારીને માતાના મોબાઇલ અને મોટરસાયકલની પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી કાલોલ પોલીસે પુત્ર જયેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




















