Home રાજ્ય અહો આશ્ચર્યમ.. ભોયકા ગામ ની સીમ વિસ્તારમાં જોવાં મળ્યાં કાળાં ઉનાળે ટીટોડી...

અહો આશ્ચર્યમ.. ભોયકા ગામ ની સીમ વિસ્તારમાં જોવાં મળ્યાં કાળાં ઉનાળે ટીટોડી નાં ઈંડા……

234
0

સુરેન્દ્રનગર : 21 માર્ચ


જાણવા અને જોવાં મળતી વિગત મુજબ કહેવાય છે કે ચોમાસાં ની શરૂઆત થવાં નાં થોડા દિવસો પહેલા વાડી કે સીમ વિસ્તારમાં કે પછી મકાન કે તેની છત ઉપર કે માણસ કે પશું કે જાનવર ની ઓછી અવર જવર હોય ત્યાં ટીટોડી ઈંડા મુકે છે. જેમાં બે ત્રણ કે ચાર ની સંખ્યા માં ટીટોડી ઈંડા મુકે છે..અને તે ઈંડા ની ચાંચ કઈ દિશામાં રહેલી છે. અને ચોમાસાં માં ક્યાં મહીનાં માં કેટલો અને કેવો વરસાદ થશે તેનો વરતારો અમુક અનુભવીઓ કરતાં હોય છે..ત્યારે હજું તો ચોમાસાં ની ઋતું ને ભવ ની વાર છે. અને હજું તો માંડ ઉનાળા ની શરૂઆત થઇ છે. ત્યારે લીંબડી તાલુકા નાં ભોયકા ગામ ની વાંસેર સીમ વિસ્તારમાં એક ખેડુત નાં ખેતરમાં આ કાળાં ધોમધખતાં ઉનાળા નાં પ્રારંભે ટીટોડી એ બે ની સંખ્યાં માં ઈંડા મુકતાં આગાહીકારો અને જ્યોતિષ શાસ્ત્રો ને મોઢાં માં આંગળા નાંખી દેતાં કરી દીધાં છે. ભોયકા ગામ ની સીમમાં ટીટોડી એ અત્યાર થી જ આગોતરા ઈંડા મુકતાં ખેડુત આલમમાં પણ આગામી ચોમાસું કેવું રહેશે તે અંગે અવઢવમાં મુકી દીધાં છે. સાથે આ બાબત થી કુતુહલ સાથે આશ્ચર્ય પણ ફેલાયું છે..

અહેવાલ : સચિન પીઠવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here