Home અમરેલી અમરેલીના ટીંબી ગામે 2020 માં થયેલ હત્યાનો સેશન્સ કોર્ટમાં ચૂકાદો … આરોપીને...

અમરેલીના ટીંબી ગામે 2020 માં થયેલ હત્યાનો સેશન્સ કોર્ટમાં ચૂકાદો … આરોપીને આજીવન કેદની સજા ફટકારી …

143
0

અમરેલીના ટીંબી ગામમાં ત્રણ વર્ષ પૂર્વે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા નજીવી બાબતે ઉશ્કેરાઈ જતાં સંજય નામના શખ્સે બાઈક ચાલક પર હુમલો કરી હત્યા કરી હતી. ત્યારે પોલીસની સચોટ તપાસ બાદ મજબુત પુરાવા રજુ કરતા આ મર્ડર કેસમાં આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા આજીવનકેદની સજા ફટકારાઈ છે.

અમરેલીના ટીંબી ગામે વર્ષ – 2020માં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઇ ટ્રેક્ટર પર સવાર વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે બાઈક ચાલક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે બાદ બાઈક ચાલક રામભાઈની હત્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસ મથકે સંજયભાઈ નામના શખ્સ વિરુદ્ધ નોધાઈ હતી. જેમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના PSI બી.જી.વાળા તપાસ કરી હતી તેમજ સાક્ષીઓને તપાસી રિકન્ટ્રક્શન પણ કર્યું હતું આ સાથેજ FSLના ઓફિસર સાથે મળી જીણવટ ભરી કામગીરી મજબુત પુરાવા રજુ કરી ચાર્જશીટ દાખલ કરી જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી એમ શિયાળે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટના ન્યાયાધીશ એસ.એમ.સોની દ્વારા આરોપી સંજયને આજીવન કેદ અને રૂ.25000/- દંડની સજા ફટકારી છે.

બાઈક ચાલક રામભાઈની હત્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.ત્યારે આખરે ત્રણ વર્ષ બાદ ન્યાય મળતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી અને પોલીસ તેમજ ન્યાય તંત્રનો અભાર માન્યો હતો. હત્યાના કેસોમાં ઘણી વખત પુરાવા ન હોવાથી સજા મળતી નથી અથવા તો તેમને ગુન્હા પ્રમાણે સજા મળતી નથી પરંતુ આ પહેલો એવો કેસ છે જેમાં અકસ્માતમાં ઉશ્કેરાઈ જઈને હત્યા કરવા બદલ કોર્ટે આરોપી આજીવન કેદની સજા ફટકારી હોય, આરોપીને કડક સજા મળવા પાછળનો શ્રેય નાગેશ્રી પોલીસ સ્ટેશનના PSI બી.જી.વાળાએ કરેલી તપાસને જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here