Home અંબાજી અંબાજી – છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આવી ગઈ છતાં ટેબ્લેટ ના મળતા...

અંબાજી – છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આવી ગઈ છતાં ટેબ્લેટ ના મળતા વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કોલેજ ના આચાર્ય શ્રી ને આવેદન પત્ર અપાયું….

167
0

અંબાજી : 6 મે


વિદ્યાર્થીઓ ની છેલ્લા સેમ.ની પરીક્ષા આવી ગઈ છતાં પણ ટેબ્લેટ ના અપાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલીત શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ ના પૈસા લઈ ફોર્મ ભરાયા છતાં પણ ટેબ્લેટ નહિ અપાયા નો મામલો સામે આવ્યો છે .

દાંતા તાલુકા ના અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં દાંતા અને આસ – પાસ. ના ટ્રાઈબલ વિસ્તાર માંથી વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે નમો ઈ – ટેબ્લેટ યોજના ચલાવવા માં આવે છે જેમાં કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ અર્થે રાહત દરે માત્ર રૂ.૧૦૦૦ ફી ભરી ને ટેબ્લેટ આપવામાં આવે છે ત્યારે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં પ્રથમ વર્ષ માં એડમીશન લીધેલ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી રૂ .૧૦૦૦ ફી લીધેલ હોવા છતાં વર્ષ ૨૦૨૨ ની છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આવી ગઈ તેમ છતાં પણ ટેબ્લેટ ના અપાતા વિદ્યાર્થીઓ નારાજ બન્યા હતા અને રાષ્ટ્રીય વિદ્યાર્થી યુનિયન સંઘ સાથે ભેગા થઈ કોલેજ ના આચાર્યશ્રી ને લેખિત માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ પાસે થી ફી ઉઘરાવ્યા છતાં ટેબ્લેટ મળેલ ના હોઇ વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ આપવા અંગે જાણ કરવામાં આવેલ હતી.

અહેવાલ: અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here