મોરબીમાં વર્ષ 2022 માં ૩૦ ઓક્ટોબરનો સાંજનો સમય એ 135 લોકોના જીવનનો ખૂબ જ ગોઝારો દિવસ હતો એ કોને ખબર હતી. મોરબીમાં સાંજના 6 વાગ્યાના આસપાસ એ ઝુલતા પુલ પર કેટલાય લોકો ફરવા ગયા ને તે તેમનો અંતિમ દિવસ બની ગયો. ગોઝારો અકસ્માત સર્જાયો ત્યારે સમગ્ર વિસ્તાર 130 થી વધુ લોકોની મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો તો કેટલાય લોકો ગુમ થયા અને 90 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મોરબી દુર્ઘટના બાદ મોરબીમાં શોકના વાદળો ઘેરાઇ ગયા હતા તો મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ દુર્ઘટનાને પગલે શોકનો માહોલ છવાયો હતો. વાત કરીએ તો દુર્ઘટનાને મામલે હાઇકોર્ટમાં કેસ દાખલ થયો હતો. જેમાં આજે હાઇકોર્ટમાં SIT નો અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઓરેવા કંપનીને બ્રિજ તૂટવાના મામલે ગંભીર જવાબદાર હોવાનું જણાવ્યું છે. ઉપરાંત આ અકસ્માત નહીં પર 100 થી વધુ લોકોની હત્યા છે એટલે તેમાં 302 ની કલમ આરોપીઓ સામે લગાવવામાં આવવી જોઇએ. ત્યારે આ રિપોર્ટના પૂરેપૂરા અભ્યાસ પછી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
બ્રિજ ઉપર યોગ્ય સુરક્ષાનો અભાવ
બ્રિજનોં કોન્ટ્રાક્ટ દેવ પ્રકાશ સોલ્યુશનને આપવામાં આવ્યો હતોં. જેની વિશ્વનિયતા ચેક કરાઈ નહીં. તેમજ કેટલી ટિકીટોનું વેચાણ કરવું તે નક્કી નહતું. જ્યાં દિનેશ દવે સિવાય અન્ય એક મેનેજર પણ જવાબદાર છે. હજારો પાનાનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બ્રિજ ઉપર કોઇ સુરક્ષા નહોતી એટલે બ્રિજને મેઇન્ટેનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વિના જ ખુલ્લો મુકાયો હતો. તેથી ઓરવા કંપની સંપૂર્ણ રીતે જવાબદાર છે.
130 થી વધુ લોકોને મચ્છુ નદી પરનો પુલ ભરખી ગયો
30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં 130 થી વધુ લોકોના મોત થયા હતા. જે કેસમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ચેકરને હાઇકોર્ટમાંથી જામીન પણ મળી ચુક્યા હતા.
મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો
આ કેસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં પીડિત પક્ષ તરફથી આ કેસમાં CBI તપાસની માગ કરવામાં આવી હતી. યોગ્ય સમયાંતરે સતત સુનાવણીની માંગ કરવામાં આવી હતી. મૃતકોને વળતરની વાત હતી.
ગત નવા વર્ષના દિવસે જ શરૂ કરાયો હતો પુલ
મચ્છુ નદી પરનો ઝુલતો પુલ નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MD દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. પુલને 2 કરોડના ખર્ચે રિનોવેટ કરાયો હતો.