Home ખેડા સ્વાગત સપ્તાહ ઉજવણી અંતર્ગત ત્રીજા દિવસે ઠાસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત...

સ્વાગત સપ્તાહ ઉજવણી અંતર્ગત ત્રીજા દિવસે ઠાસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ઠાસરા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ૧૧ બહેનોને ગંગાસ્વરૂપા યોજનાના આદેશપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ

290
0

લોકાભિમુખ વહિવટ માટે સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪, ૨૫, અને ૨૬ એપ્રિલ અંતર્ગત સ્વાગત કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત સપ્તાહ ઉજવણી અંતર્ગત ત્રીજા દિવસે ઠાસરા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, માતર ખાતે પોલીસ અધિક્ષક અને કપડવંજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. ત્રીજા દિવસે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કુલ ૪૭૧ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો હતો. 

ખેડા જિલ્લામાં સ્વાગત કાર્યક્રમમાં અંતિમ દિવસે ૨૬, એપ્રિલ, ૨૦૨૩ના રોજ જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં ઠાસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પરીવહન માટે નિયમિત બસની વ્યવસ્થા, નિયમિત સફાઈ, પીવાનુ સ્વચ્છ પાણી, દબાણ ડ્રેનેજ નિકાલ, પેવર બ્લોક, પાણીના લીકેજ નળ, સીસી રસ્તા, આવકનો દાખલો, ડીપી, સ્ટ્રીટલાઈટ, જંગલ કટીંગ, વિજપોલ, ખેતરની જમીન ધોવાણ, પુલ રીપેરીંગ, ચેક ડેમ, હેન્ડ પંપ, બોર રીપેરીંગ, શાળા મેદાન સહિતના ખૂબ જ પાયાના કુલ ૪૬ પ્રશ્નોની રજૂઆતને સાંભળી સંબધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો સાથે સંવાદ કરી આ પ્રશ્નોનુ સુખદ ઉકેલ આપ્યો હતો. તથા કલેક્ટરશ્રી બચાણીની ઉપસ્થિતિમાં ૧૧ બહેનોને ગંગાસ્વરૂપા યોજનાના આદેશપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વાગત કાર્યક્રમ અંગે ખુબ પાયાની બાબતોની સરળ સમજૂતી આપતી હતી. જેમાં  અરજદારોની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ, પ્રશ્નો કે સમસ્યા અંગેની સરળ અને પુર્ણ માહિતી પ્રદાન, જે તે અધિકારીની સારી કામગીરીનુ અન્ય વિભાગ દ્વારા અનુકરણ, વિવિધ વિભાગો વચ્ચે પારસ્પરિક સંકલન તથા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોના પ્રશ્નોની રજૂઆત થી લઈને નિકાલ સુધીની તમામ સ્તરે સુદ્રઢ વ્યવસ્થાપન ઉભી કરવા માટેના મહત્વના સૂચનો જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યા હતા.

વિદ્યાર્થીઓ માટે જરૂરી બસ પરીવહન જેવી પાયાની જરૂરીયાતના મુદ્દે કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓ એ દેશનું ભવિષ્ય છે. અને શિક્ષણ સંલગ્ન કોઈ પણ બાબતે અગ્રતાના ધોરણ કામગીરી કરી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે. તથા એકથી વધુ વિભાગ સાથે સંબધિત પ્રશ્ન કે સમસ્યા બાબતે જે તે વિભાગના સિનિયર અધિકારીશ્રીએ અન્ય વિભાગ સાથે નિયમિત સંકલન કરી સમસ્યાનો ઉકેલ કરવાનો રહેશે. 

આ સિવાય જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં અનુક્રમે કપડવંજ અને માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કપડવંજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૪૦૨ અને માતર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૨ પ્રશ્નોના હકારાત્મક ઉકેલ કરવામાં આવ્યા હતા.  

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, પાણી અને પુરવઠાફોરેસ્ટ, જીઈબી, પોલીસ, આરોગ્ય, સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here