Home અમદાવાદ અમદાવાદ કાશીબા હોસ્પિટલની બેદરકારીથી સગર્ભા માતા અને બાળકે જીવ ગુમાવ્યો

અમદાવાદ કાશીબા હોસ્પિટલની બેદરકારીથી સગર્ભા માતા અને બાળકે જીવ ગુમાવ્યો

219
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવેલી કાશીબા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જે બેદરકારીના લીધે એક સગર્ભા માતા અને બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે કાશીબા હોસ્પિટલમાં સગર્ભા મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં માતાની તબિયત લથડતા તેનું પણ મોત નીપજ્યું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલમાં રાત્રે કોઈ પણ ડોક્ટર હાજર હતા નહીં. નર્સ અને તેના સહાયક દ્વારા ડિલિવરી કરાવવામાં આવી હતી અને તે દરમિયાન બેદરકારીના કારણે બાળક અને તેની માતાનું મૃત્યુ થયું છે.
આ બાબતે AMC ના આરોગ્ય વિભાગના વડા ડૉ.ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર સગર્ભા મહિલા હોસ્પિટલમાં દાખલ હતી અને બાળક મૃત્યુ પામ્યું હતું. દરમિયાન મહિલાને ખેંચ આવતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી. ત્યારે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર મામલે તપાસ કરી જેની બેદરકારી હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહિલાની ડિલિવરી દરમિયાન કોઈ પણ ડોક્ટર હાજર નહોતા. માત્ર નર્સ અને ડિલિવરી કરાવવા માટે નર્સ પ્રેક્ટિસનર મીડવાઇફરી જ હાજર હતા. ડોક્ટર ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ નર્સ પ્રેક્ટિસનલ મીડ વાઇફરી હોય છે તે ડિલિવરી કરાવવા માટે જ હોય છે અને જો કોઈ નોર્મલ ડિલિવરી હોય તો તેઓ કરાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here