Home આણંદ PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને નડ્યો અકસ્માત, પુત્ર-પુત્રવધૂને ગંભીર ઈજા

PM મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને નડ્યો અકસ્માત, પુત્ર-પુત્રવધૂને ગંભીર ઈજા

216
0

આણંદ: 27 ડિસેમ્બર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના ભાઈ પ્રહ્લાદ મોદી (Prahlad Modi) માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. મંગળવારે કર્ણાટકના મૈસુરમાં તેમની કારનો અકસ્માત (Car Accident) થયો હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસુરની બહાર કડકોલ્લા નામના વિસ્તારની નજીક બની હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બપોરે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે પ્રહ્લાદ મોદી મૈસુર (Mysuru)થી ચામરાજનગર અને બાંદીપુર વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા.

કારમાં પ્રહ્લાદ મોદી, તેમનો પુત્ર અને પુત્રવધૂ સવાર હતા, અકસ્માતમાં તેઓ તમામ ઘાયલ (Injured) થયા છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદી મંગળવારે તેમના પરિવાર સાથે જઈ રહ્યા હતા દરમિયાન માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રવધૂને ઈજાઓ થઈ છે, તમામને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે કાર મૈસૂર (કર્ણાટક) પાસેથી બાંદીપુરા તરફ જઈ રહી હતી. તે દરમિયાન કડાકોલામાં કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમની કારનો આગળનો ભાગનો ભૂખો બોલી ગયો હતો.

 

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here