કચ્છમાં RSS ની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકના પ્રારંભ પૂર્વે CM ભુપેન્દ્ર પટેલ કચ્છ આવી પહોંચ્યા હતા. જેઓનું હવાઈ મથકે ભાજપના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભુજની આર. ડી.વરસાણી સ્કૂલમાં પહોંચીને સંઘ સંચાલક ડૉ. મોહન ભાગવત અને દત્તાત્રેય હોશબોલે સાથે બેઠક યોજી હતી. ત્યારે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર આ બેઠકમાં દેશની સુરક્ષાનો મુદ્દો તેમજ રામ મંદિર નિર્માણનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં તમામ પ્રાંત પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા. સરહદી વિસ્તારમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો કેન્દ્રસ્થાને રહેનાર હોવાનું પણ જાણવા મળે છે. આ બેઠક આગામી 9 નવેમ્બર સુધી ચાલશે.
ભુજમાં RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે કાર્યકારીની બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ભુજમાં રાષ્ટ્રીય બેઠક યોજાવા જઇ રહી છે,હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં રહેશે.સંઘ સમય સાથે વિચાર કરે છે,સંઘઠનમાં બદલાવ અંગે પણ ચર્ચા થશે. સંઘની શિક્ષા વર્ગ અંગે બેઠક થશે,2024 માં સંઘ દ્વારા શિક્ષા વર્ગ શરૂ થશે. અયોધ્યા રામ મંદિર મુદ્દે ચર્ચા થશે જેમાં અલગ અલગ ગામને આવરી લેવામાં આવશે,2025 માં સંઘને 100 વર્ષ થશે.ત્યારે કાર્ય વિસ્તાર માટે પણ ચર્ચા થશે
દોઢ વર્ષમાં લક્ષ્ય પૂરું કરાશે. ત્યારે શતાબ્દી વર્ષને લઈને તમામ તૈયારી રહેશે અને સામાજિક પરિવર્તન માટે પ્રયાસો કરવામાં આવશે. જેમાં સમરસતાનો સંદેશ અપાશે. પર્યાવરણ જાગૃતિ માટે કાર્ય કરાશે,સ્વદેશીનો સંદેશ અપાશે બેઠકમાં ત્રણ દિવસમાં 381 કાર્યકર્તા દેશભરમાંથી આવશે. રાજનૈતિક ચર્ચાઓ પણ કરાશે,સરહદી વિસ્તારમાં બેઠક અગત્યની છે,લોકસભા ચૂંટણીને લઈને હજુ કોઈ ચર્ચા નહીં રહે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. 5 નવેમ્બરથી 7 નવેમ્બર રાષ્ટ્રીય મુદા પર બેઠક રહેશે.