Home કાલોલ કાલોલ નીલકંઠ કોલેજના વિદ્યાર્થીએ ૮૦૦મીટરની દોડમાં દ્વીતીય નંબર મેળવી કોલેજનું નામ રોશન...

કાલોલ નીલકંઠ કોલેજના વિદ્યાર્થીએ ૮૦૦મીટરની દોડમાં દ્વીતીય નંબર મેળવી કોલેજનું નામ રોશન કર્યું

111
0

ભારત: 19 ડિસેમ્બર


ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજીત ટેન્ટેટિવ રમતોત્સવ અંતર્ગત એથ્લેટિક્સ રમતોનું આયોજન કરાયું હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નીલકંઠ કોલેજના વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે મધ્યે તાજેતરમાં ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 800 મીટરની દોડ સ્પર્ધામાં નીલકંઠ કોલેજના BSWમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તુલસી વસાવાએ 800 મીટરની દોડની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી યુનિવર્સિટી કક્ષાએ નીલકંઠ કોલેજનું નામ રોશન કર્યું હતું. નીલકંઠ કોલેજના વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજનું નામ રોશન કરતા કોલેજના સ્ટાફ તેમજ પ્રિન્સીપાલ સહિત ટ્રસ્ટી મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here