Home Trending Special કાલોલની ગોમા નદીના સ્મશાન વિસ્તારમાં બેફામપણે થતું ગેરકાયદે રેતીખનન , સ્મશાનભૂમિને પણ...

કાલોલની ગોમા નદીના સ્મશાન વિસ્તારમાં બેફામપણે થતું ગેરકાયદે રેતીખનન , સ્મશાનભૂમિને પણ ખોદી નાંખતા લોકોની લાગણી દુભાઈ

259
0

કાલોલ શહેરના સીમાડે વહેતી જનજીવનની જીવાદોરી જેવી ગોમા નદીના પટમાં પાછલા ઘણા વર્ષોથી કોઈ લીઝ કે પરવાનગી વિના રેતી અને બેટની માટીનું દરરોજ બેફામ ખનન કરતા માફીયાઓએ આખી નદીને ફોલીને કોતર બનાવી દીધી છે.

કાલોલ શહેરમાં તંત્રની નજર સામે ચાલતા રેતી ખનનના ગોરખધંધાને પરિણામે બેફામ બનેલા માફીયાઓએ ગોમા નદીમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પાડી નદીના ખનીજ અને પર્યાવરણનો દાટવાળી દીધો છે. કાલોલ શહેર અને મેદાપુર પંચાયતના જેતપુર ગામ વચ્ચે આવેલા આ સમગ્ર વિસ્તારમાં એક પણ લીઝ આપવામાં આવી નથી. તેમ છતાં નિયમિતપણે દરરોજ નદીમાં JCB ધમધમી રહ્યા છે અને ટ્રેકટરો, ટ્રક ડમ્પરો મારફતે ટનબંધ માટી અને રેતીનુ વહન કરવામાં આવે છે. જેને રોકવા માટે કોઈ રણીધણી નથી. અત્રે કાલોલ શહેરના સીમાડે આવેલી નદી પટના દોલતપુરા, ગોલીબાર, વેરાઈ માતાના મંદિર, હિન્દુ સ્મશાન ભૂમિથી જેતપુર પંચાયત વિસ્તારોમાં રોજબરોજ જેસીબી મશીનથી ટ્રેકટરો, ટ્રકો અને ડમ્પરો ધમધમે છે અને સરકારી ખનીજનુ સરેઆમ લૂંટ મચાવી વેચાણ કરી લાખ્ખો રૂપિયા વેપલો કરવામાં આવે છે, જે ગેરકાયદે રેતી અને માટીના ટ્રેક્ટર ડમ્પરો કાલોલ શહેરમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન સામેથી પસાર થાય છે પરંતુ કોઈ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગોમા નદીમાં મચાવેલી આ લુંટને પગલે ઠેર ઠેર નદીના કિનારાઓનું ધોવાણ કરી જ્યાં રેતી અને બેટ મળે ત્યાં તોતિંગ ખાડાઓ ચોમાસામાં મોતના કુવાઓ જેવા બનાવી દીધા છે. તદ્ઉપરાંત નદી તટ પર રહેતા સ્થાનિકો માટે આવવા જવાના રસ્તાઓ પણ રહેવા દીધા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોમાનદીમાં સરેઆમ ખનીજ ચોરી કરતા માથાભારે માફિયાઓએ કાલોલ શહેરની સ્મશાન ભૂમિને પણ ખોદી નાંખતા નગરની પવિત્ર ભૂમિ અંગે નગરજનોની લાગણી દુભાઈ રહી છે.

આમ કાલોલ ગોમાનદીમાં ખનીજ અને પર્યાવરણને બચાવવા માટે ઉચ્ચતંત્ર સત્વરે જાગી બેફામ બનેલા ખનન માફીયાઓને રોકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here